Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 174
________________ જૈન નીતિશાસ્ત્ર ૧૬૫ જ્ઞાનને લીધે આપણુથી અજ્ઞાત એવા કેઈક નિશ્ચિત કારણનું પરિણામ છે. સર્વ ઘટનાઓ કાર્યકારણની સાર્વત્રિક શૃંખલા દ્વારા સંબંધિત છે. કાર્યકારણના સાર્વત્રિક સિદ્ધાંતના પ્રભાવ હેઠળ ભાગ્ય કે અકસ્માત માટે કેઈ અવકાશ નથી. વિજ્ઞાન અને તત્વજ્ઞાનને હેતુ ઘટનાના કારણ અને પરિસ્થિતિની શોધ કરવાનું છે. કાર્યકારણ નિયમ સર્વ નિયમમાં અત્યંત વ્યાપક અને સર્વસંમત નિયમ છે. અમુક ઘટનાઓ અમુક પરિસ્થિતિઓમાં (અન્યમાં નહીં) નિયમિત રીતે ઉર્દૂભવે છે. કાર્યકારણને સાર્વત્રિક સિદ્ધાંત વિશ્વમાં કાર્યરત છે. ઘટનામાત્ર (સ્થૂળ કે સૂક્ષમ) આ સાર્વત્રિક કાર્યકારણના નિયમ દ્વારા નિયંત્રિત થાય છે. પ્રકૃતિનાં સર્વ પરિબળ (ભૌતિક કે મને વૈજ્ઞાનિક) આ નિયમને અનુસરે છે. શરીર, વાણું કે મનની પ્રત્યેક પ્રવૃત્તિ કાઈક પરિબળ કે શક્તિ (જે તેનું કારણ છે તે)નું કાર્યા–પરિણામ છે. કાર્ય અને કારણ સાપેક્ષ પદે છે. કોઈ એક સંદર્ભમાં કઈક કારણનું પરિણામ હોય તેવી ઘટના અન્ય કઈક સંદર્ભમાં અન્ય કોઈક પરિણામનું કારણ બને છે અને આ રીતે આ હારમાળા તેના ક્ષેત્રને વિસ્તારે છે. ભારતીય તત્ત્વચિંતનમાં કર્મસિદ્ધાંત અત્યંત મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે. “વાવે તેવું લણે અને કરે તેવું પામે” એ ઉક્તિનું તાત્પર્ય આ જ છે. ચાર્વાક સિવાય અન્ય સર્વ ભારતીય દર્શને કર્મ-સિદ્ધાંત સ્વીકારે છે. ભારતની આ સર્વ તાત્વિક અને નૈતિક પદ્ધતિએ માનવ-જીવનની ઘટનાઓની સમજ અર્થે કર્મના સિદ્ધાંતને ઉપયોગ કાર્યકારણના નિયમ તરીકે કરે છે, પરંતુ જૈન દર્શનમાં તે તેની ચરમ સીમાએ પહોંચે છે અને અદ્વિતીય સ્વરૂપ ગ્રહણ કરે છે. જૈન દર્શન કમ-સિદ્ધાંતનું સુવ્યવસ્થિત, સુસંબદ્ધ અને સર્વાગસંપૂર્ણ નિરૂપણ કરે છે જે અન્યત્ર દુર્લભ છે. અહીં તે આત્મનિર્ભર, સ્વયંપૂર્ણ પદ્ધતિ છે. તે ઈશ્વરના નિયંત્રણ હેઠળ નથી. જીવન અને ચેતનાની ધટનાઓ જડત કે શક્તિની ઘટનાઓ સમાન નથી. -શુદ્ધ ભૌતિક પ્રવૃત્તિમાં, જડ પદાર્થોમાં ઉમેરા દ્વારા વૃદ્ધિ થાય છે જે માત્ર રાસાયણિક નિયમનું પરિણામ છે. (૧) જ્યારે ચેતનતત્ત્વ શરીરમાં હોય તેવાં તો સિવાયનાં બાહ્ય તો ગ્રહણ કરે છે અને તેમના સ્વરૂપમાં પરિવર્તન કરે છે અને તેના પોતાના દેહ સાથે તેમને સંમિલિત કરે છે. (૨) તદુપરાંત જીવંત વ્યક્તિઓ સ્વયં તેમની સંતતિઓમાં પુનર્જીવિત થાય છે. જડતવ (પુલ) આ લક્ષણ ધરાવતું નથી. જૈન દર્શન મુજબ, જીવ વાસ્તવિક અને અસંખ્ય છે. પ્રત્યેક જીવ અન્ય જીવોથી ભિન્ન એવી વિશિષ્ટ લાક્ષણિકતાયુક્ત છે. જે સિદ્ધાંત આપણને આપણી વ્યક્તિગત લાક્ષણિકતાઓની કઈક સમજુતી અર્થાત્ આપણી વર્તમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202