________________
જૈન નીતિશાસ્ત્ર
૧૩૩
પરન્તુ સામાન્ય અને આધ્યાત્મિક અનુકંપાની તુલના કરીએ ત્યારે સામાન્ય અનુકંપા અહિંસાનું લક્ષ્ય સાધવામાં અપૂરતી-અસમર્થ નીવડે છે. આ રીતે અનુ પાભાવથી પરજીવ–રક્ષા કરનાર વ્યક્તિની પ્રશંસા કરી શકાય, પરંતુ મેાક્ષને સ્થાને અનુક ંપા લક્ષ્ય તરીકે હોય તા આધ્યાત્મિક દૃષ્ટિ દુથી આવું કા અનૈતિક છે. અનુક પાભાવથી પ્રેરાઈને જીવરક્ષા અહિંસા સિવાયનાં અન્ય સાધના (દા. ત. ખાટકીને પૈસા આપીને બકરીના જીવની રક્ષા) દ્વારા પણ કરી શકાય. આવી પરિસ્થિતિમાં, અનુક પાને મેાક્ષસહાયક કહી શકાય નહીં, કારણ કે ત્યાગીજન પૈસા રાખી શકે નહીં કે તે અન્યને પૈસા આપી શકે નહીં, પરંતુ ધનને બદલે અહિંસાના ઉપદેશ દ્વારા જો તે ખાટકી (કસાઈ)નું હૃદય પરિવર્તન કરી શકે તો આત્માના -રક્ષણુ દ્વારા પ્રેરાયેલ આવું કાર્ય જીવરક્ષા પણ પ્રેરશે. આ સિદ્ધ કરે છે કે આધ્યાત્મિક અને પારમાર્થિક દૃષ્ટિબિંદુથી આત્મરક્ષા જીવરક્ષા કરતાં વધારે ઢિયાતી છે—ઉત્કૃષ્ટ છે.
સાધુજનના આચરણને નિસ્બત છે ત્યાં સુધી જીવરક્ષા પ્રત્યેની ઉદાસીનતાને અમુક અંશે વ્યાજબી ગણી શકાય. તેનુ લક્ષ્ય મેાક્ષ છે અને તેથી તેણે ઇષ્ટ-અનિષ્ટથી તેમજ વા પ્રત્યેના રાગ-દ્વેષથી સંપૂર્ણત: મુક્ત થવુ જોઈએ. જૈન મતે, સત્ય તેમજ દુષ્કર્મ અને બંધનના કારણ છે. તેરાપંથ આ ઉદાસીનતા પર વધારે ભાર મૂકે છે અને જીવરક્ષાને વ્યાવહારિક અનુકંપા જ માને છે. જીવરક્ષાને ગૌણ માનીને આપણે જૈન તાત્ત્વિક પાસાનું સમર્થન કરી શકીએ, પર ંતુ આ ફરજને માત્ર' વ્યાવહારિક કહીને અને આ જવાબદારીનું સંક્રમણ માત્ર ગૃહસ્થ પર કરીને તેરાપંથ આધ્યાત્મિક ઉદાસીનતા પર વધુ પડતા ભાર મૂકે છે. તેઓ ભૂલી જાય છે કે જીવરક્ષા કરતી વેળાએ પણ ત્યાગીજન વિરક્ત, રાગ–રહિત રહી શકે અને આ રીતે આત્મરક્ષાની જેમ જીવરક્ષાનું પણ આધ્યાત્મિક અનુક પામાં સંક્રમણુ કરી શકાય. આ રીતે ભગવદ્ગીતાના સ્થિતપ્રજ્ઞની જેમ જૈન સાધુ જીવરક્ષા કરતી વેળાએ તટસ્થ રહી શકે અને કમની જંજીરના પ્રભાવમાંથી મુક્ત રહી શકે. વૈરાગ્ય-ઉદાસીનતા-પર વધુ પડતુ લક્ષ કન્દ્રિત કરીને તેરાપંથ એ હકીકતનુ વિસ્મરણ કરે છે કે આત્મરક્ષાની જેમ જ જીવરક્ષાનુ આચરણ પણુ કાઈપણ ફળની અપેક્ષા વિના શકત્ર છે. જૈન તત્ત્વજ્ઞાન આત્મરક્ષા તેમજ જીવરક્ષા બંનેની હિમાયત કરે છે. આત્મરક્ષા. જૈન તત્ત્વજ્ઞાનના તાત્ત્વિક પાસાં પર ભાર મૂકે છે, જ્યારે જીવરક્ષા નૈતિક પાસાની મહત્તાને ભવ્ય બનાવે છે. તેથી જીવરક્ષા તેમજ આત્મરક્ષા અને ત્યાગીજન માટે સમાન મહત્ત્વ ધરાવે છે અને આ બંનેને સમન્વય જૈન દર્શનને નૈતિક-તાત્ત્વિક દન હોવાનું સિદ્ધ કરે છે. અહિંસાના અર્થમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org