________________
જેના જ્ઞાનમીમાંસા
૧૨૯ સર્વ પર્યાયોમાં નહીં, અવધિજ્ઞાનને વિષય માત્ર રૂપી દ્રવ્યો છે પરંતુ તેમના સર્વ પર્યાયોમાં નહીં, મન:પર્યાયજ્ઞાન અવધિ દ્વારા જ્ઞાત એવા રૂપી દ્રવ્યોનું અધિક વિશુદ્ધ અને અનંત રીતે સૂક્ષ્મ જ્ઞાન છે. આકાશમાં સૂર્યના આગમન સાથે અન્ય પ્રકાશિત પદાર્થો અદ્રશ્ય થાય છે તેમ કેવળજ્ઞાનના ઉદય સાથે અન્ય ચાર અપૂર્ણ જ્ઞાન -પ્રકાર પણ અદશ્ય થાય છે.
ભારતીય જ્ઞાનમીમાંસાની દૃષ્ટિએ, કેવળજ્ઞાનને જેને ખ્યાલ અદ્વિતીય છે. કેવળજ્ઞાન ઈન્દ્રિો અને મન દ્વારા ઉભવેલ અંતરાયો-આવરણ–ની ક્રમિક નાબૂદી દ્વારા સર્વ જ્ઞાનની અંતિમ પરિણતિ છે. પ્રમાણમીમાંસા કેવળજ્ઞાન-સર્વજ્ઞતા-ના અસ્તિત્વ માટે નીચેની દલીલ કરે છે:
કેવળજ્ઞાનની સાબિતી જ્ઞાનના ક્રમિક વિકાસની અંતિમ પરિણતિની અનિવાર્યતામાંથી નિપન થાય છે” (૧-૧-૧૬). જ્ઞાનને ક્રમિક વિકાસ કયાંક તેની પૂર્ણતાએ પહોંચવો જોઈએ, કારણ કે આ જ સર્વ વિકાસની રીતિ છે. શ્રી મેહનલાલ મહેતા આ સ્પષ્ટ કરતાં જણાવે છે, “જેવી રીતે ગરમી ભિન્ન ભિન્ન પ્રમાણોને આધીન છે અને અંતમાં તેની ચરમ સીમાએ પહોંચે છે તેવી રીતે અંતરાયરૂપ આવરણના નાશનાં વિભિન્ન પ્રમાણને લીધે ક્રમિક વિકાસને આધીન છે તેવું જ્ઞાન પરમ સીમા અર્થાત કેવળજ્ઞાન (સર્વજ્ઞતા) પર ત્યારે પહોંચે છે કે જ્યારે અંતરાયરૂપ કર્મ–આવરણે સંપૂર્ણ રીતે નાશ પામે છે.”* જ્ઞાન આત્માને સ્વાભાવિક ગુણ છે. અનાવૃત અવસ્થામાં આત્માને એક અને અખંડ જ્ઞાન થાય છે. આ કેવળજ્ઞાન છે. આત્મા જ્ઞાનનું સાધન નથી, પરંતુ જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનના અભાવમાં આત્માની કલ્પના અશકય છે. આત્માને કર્મ-પુગલ સાથેના સાયુજ્ય કાળ દરમ્યાન આત્માનું આ લક્ષણ અસ્પષ્ટ રહે છે, નાશ પામતું નથી. પ્રથમ મેહનીય અને ત્યારબાદ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મોને ક્ષય થતાં, આત્માનાં નિજી સ્વરૂપને પૂર્ણ વિકાસ-આવિષ્કાર થાય છે. આ કેવળજ્ઞાન છે. આ આત્મ-પ્રત્યક્ષ” પણ કહેવાય છે. ચેતના આત્માનું હાર્દ છે અને તે તેના સ્વરૂપથી પ્રકાશિત છે. આત્માના પ્રકાશિત સ્વરૂપને અર્થાત આત્માને આવિષ્કાર પારમાર્થિક સ્વરૂપથી પ્રત્યક્ષ છે. સર્વજ્ઞતા કેવળજ્ઞાન આત્માની મૂળ તેમજ મુક્ત બંને સ્થિતિમાં આત્માનું લક્ષણ છે. આત્મા કર્તા અને જ્ઞાન કરણ (સાધન) છે તે પણ બંને વચ્ચેનો ભેદ આવશ્યક નથી, બંને વચ્ચે સંબંધ આંખ અને દૃષ્ટિ * Outlines of Jainism, p. 100.
જે. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org