________________
૧૫૦
જૈનદ
ચેતનાના સાતત્યમાં માને છે અને દર્શાવે છે કે માનવીને કાઈપણ જીવ (એકેન્દ્રિય જીવ)ની (આધ્યાત્મિક) પ્રગતિમાં અંતરાય નાખવાના અધિકાર નથી. પ્રત્યેક આત્માં તાત્ત્વિક દૃષ્ટિએ સમાન છે. પ્રાણીમાત્ર સુખ-દુ:ખ અનુભવે છે. વ્યક્તિમાત્રને જીવન-મૃત્યુની પ્રતીતિ થાય છે. જીવમાત્ર જીવવા ચાહે છે. વાસ્તવમાં કોઈ વ્યક્તિ મૃત્યુ ઇચ્છતી નથી. જીવમાત્રને જીવન, સુખ, અનુકૂળતા, મૃદુતા, સ્વાતંત્ર્ય, લાભ પ્રિય હોય છે, જ્યારે મૃત્યુ, દુ:ખ, પ્રતિકૂળતા, કઠારતા, પરત ંત્રતા, હાનિ, અપ્રિય હોય છે; આથી જૈન મતે મન-વચન-કાયા દ્વારા કાઈને સંતાપ ન આપવા એ જ સાચી અહિંસા છે. અહિંસાને કેન્દ્રમાં રાખીને સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના વિકાસ થયો છે. આમાં વ્યક્તિ અને સમાજ બંનેનું હિત સમાયેલુ છે વૈયક્તિક ઉત્થાન અને સામાજિક પ્રગતિ માટે અસત્યના ત્યાગ, અનધિકૃત વસ્તુનુ અગ્રહ તથા સ ંયમનું પરિપાલન આવશ્યક છે. આના અભાવમાં અહિંસાના વિકાસ શકય નથી. આ બધાની સાથે અપરિગ્રહણ પણ અત્યાવશ્યક છે. પરિગ્રહ આત્મવિકાસના ધાર શત્રુ છે. પરિગ્રહ આત્મપતન નાતરે છે. પરિગ્રહ એટલે જ પાપને સંગ્રહ. પરિગ્રહવૃદ્ધિ આસક્તિ-વૃદ્ધિ કરે છે. જેટલી આસક્તિ વધે છે તેટલી હિંસા પણ વધે છે, હિંસા માનવસમાજમાં વિષમતા ઉત્પન્ન કરે છે. આનાથી આત્મપતન પણ થાય છે. અપરિગ્રહ વૃત્તિ અહિંસામૂલક આચારના સમ્યક્ પાલન માટે અનિવાર્યું છે. હિંસા-અભાવ, હિંસા-ત્યાગ, પ્રાણાતિપાત વિરમણ વ્રતનેા નિષેધાત્મક ભાગ છે અને રક્ષણ, અનુક ંપા, પાપકાર વગેરે તેનું વિધેયાત્મક રૂપ છે.
હવે આપણે સાધુઓના મહાવતા એકપછી એક વિગતવાર જોઈએ: (૧) સવ પ્રાણાતિપાત વિરમણ કે અહિંસા મહાવ્રત
પ્રાણ+અતિપાત+વિરમણ એટલે (પ્રાણીએના) પ્રાણ લેવાથી દૂર રહેવુ અર્થાત્ હિંસાના ત્યાગ કરવા. મન-વચન-કાયા દ્વારા કાઈપણ જીવ (સ્થૂળ-સૂક્ષ્મ, ચર–અચર)ને હિ ંસા કે હાનિ કરવી-કરાવવી-અનુમાવી નહીં એવું અહીં કહેવામાં આવ્યું છે. આ રીતે હિ ંસાના અર્થ માત્ર શારીરિક ઈજા થતા નથી, પર ંતુ તેમાં માનસિક અને વાચિક ઈજાના પણ સમાવેશ થાય છે. જ્યારે જૈન સાધુ-સાધ્વીએ અહિંસાવ્રત લે છે ત્યારે તેઓ તેને સંપૂર્ણ રીતે અનુસરવા અને કાઈપણ જીવને મનસા વાચા-કણા ઈજા પહોંચાડવાથી દૂર રહેવા પ્રયાસ કરે છે. તેઓ જીવકાયની હિંસાના સ ંપૂર્ણ ત્યાગ કરે છે.
ત્રણ ગુપ્તિ :
અહિંસા માટે ત્રણ સિદ્ધાંતા આવશ્યક છે. આ ત્રણ સિદ્ધાંતા ત્રણ ગુપ્તિએ કહેવાય છે જે નીચે મુજબ છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org