________________
૧૫
જૈન નીતિશાસ્ત્ર
(૩) દ્રવ્ય પાર્જન કાર્યમાં થતી હિંસા “ઉઘોગી હિંસા' છે.
(૪) દુષ્ટનરાધમના હુમલાથી વિકટ પરિસ્થિતિમાં સ્વ–પર રક્ષણાર્થે વિરોધીને વધ કરવો પડે છે તે વિરોધી હિંસા” છે.
આ ચાર પ્રકારમાંથી સંક૯પી હિંસા વર્જનીય છે. આરંભી અને ઉદ્યોગી હિંસા ગૃહસ્થને સ્વભાવિક રીતે જ વળગેલી છે અને કેટલીક વાર “વિરોધી હિંસાને ગૃહસ્થને આશ્રય લેવો પડે છે. આ છેલ્લા પ્રકારમાં વિરોધીને ઇરાદા પૂર્વક વધ હોવા છતાં તે ન્યાયી હેતુસર હોવાથી ગૃહસ્થના અહિંસાવ્રતમાં તેને ત્યાગ કરવામાં આવ્યો નથી.
ઇરાદે ન હોવા છતાં–અજાણપણે–સાવધાની ન રાખવાને લીધે હિંસા થાય. તે તે પ્રામાદિક હિંસા થાય છે અને તે વજનીય છે. યોગ્ય સાવધાની (યનાચાર) રાખી પ્રવૃત્તિ કરનાર અહિંસક બુદ્ધિયુક્ત માણસ તેની પ્રવૃત્તિમાં હિંસા થવા છતાં તે હિંસાના દેષથી મુક્ત રહે છે.
ગૃહસ્થ અહિંસાના મહાવ્રતને અંશતઃ સ્વીકારીને નીચેનાં છ વ્રતને સ્વીકારે છે :
૧. સ્વેચ્છાપૂર્વક ત્રસ જીવની હિંસા કરવી નહીં. ૨. આપઘાત કરવો નહીં. ૩. ગર્ભપાત કરવો નહીં.
૪. હિંસા કે નાશના યયુક્ત સંગઠન કે પક્ષમાં જોડાવું નહીં કે આવી. પ્રવૃત્તિઓમાં ભાગ લે નહીં.
૫. કેઈપણ વ્યક્તિને અસ્પૃશ્ય ગણવી નહીં ૬. કોઈપણ જીવ પ્રતિ ઘાતકી-કુર બનવું નહીં.
૨. સ્થળ મૃષાવાદવિરમણ કે સત્ય વ્રત
શ્રાવક માટે ધૂળ મૃષાવાદ અર્થાત્ અસત્ય(જૂઠ)થી બચવું પણ આવશ્યક છે. અસત્ય વચન ન બોલવું એ આ વ્રતને નિષેધાત્મક પક્ષ છે, જ્યારે સત્ય વચન બોલવું એ તેનું વિધેયાત્મક રૂપ છે. આનાથી વ્યક્તિને સત્યનિષ્ઠ થવાનું શિક્ષણ. મળે છે, તેના જીવનમાં સચ્ચાઈ અને પ્રામાણિકતાને વિકાસ થાય છે. અહિંસાની આરાધના માટે સત્યની આરાધના અનિવાર્ય છે. જુઠી વ્યક્તિ સાચા અર્થમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org