________________
જેન નીતિશાસ્ત્ર
૧૫૧ ૧. મનેગુતિ એટલે દુષ્ટ વિચારે (હિંસા, કપટ વગેરે)થી મનને રોકવું. ૨. વચનગુતિ એટલે વાણીમાં સંયમ રાખ. ૩. કાયગુપ્તિ એટલે કાયા પર નિયંત્રણ કરવું.
અન્ય મહાવ્રતો પણ આ ત્રણ ગુપ્તિઓના સંદર્ભમાં સ્વીકારવાના છે. સર્વ મહાવ્રતાને પાયે અહિંસાનું મહાવ્રત છે એ આપણે યાદ રાખવું જોઈએ. આ ગુપ્તિઓ સાધુ જીવનનું પ્રધાનલક્ષણ છે. સાધુ ધર્મ વિશ્વબંધુત્વનું વ્રત છે.
પાંચ સમિતિએ
સાધુજનેનું આચરણ સંપૂર્ણ રીતે અહિંસક હેવું ઘટે. પ્રાણાતિપાત વિરમણની સુરક્ષા માટે નીચેની પાંચ સમિતિઓ છે."
૧. સમિતિ : ઈર્યાસમિતિ એટલે ગમનાગમન સંબંધી સાવધાની અર્થાત જીવ જતુને હાનિ-ઈજા ન થાય એ રીતે માર્ગમાં ચાલતી વેળાએ સાવધાનીપૂર્વક જોઈને ચાલવું.
૨. ભાષાસમિતિઃ ભાષાસમિતિ એટલે વાચિક ઈજા નિવારવા વાણી પર સંયમ અર્થાત બરાબર વિચારીને સત્ય, નિર્દોષ અને ઉપયોગી વચન બોલવું.
૩. એષણ સમિતિઃ એષણ સમિતિ એટલે મુનિમહારાજેએ ગોચરી (ભિક્ષા) ગ્રહણ કરતી વેળાએ ખેરાક-પાણી-વસ્ત્ર ખાસ પોતાના માટે ન બનાવ્યા હોવાની કાળજીપૂર્વક તપાસ. તેમણે નિર્દોષ અને પરિમિત ભિક્ષા તથા અ૯પ વસ્ત્રાદિ ઉપકરણ લેવાં જોઈએ.
૪. આદાન-નિક્ષેપણ સમિતિઃ આદાન એટલે લેવું અને નિક્ષેપણુ એટલે મૂકવું. આદાન-નિક્ષેપણુ એટલે સંયમી જીવનને ઉપયોગી સાધન (વસ્ત્ર, પાત્ર વગેરે) સૂક્ષ્મ જીવોને હાનિ ન થાય તેવી સાવચેતીપૂર્વક લેવા-મૂકવાં.
૫. ઉત્સગ કે પરિઠાપના સમિતિઃ ઉત્સર્ગ એટલે અનાવશ્યક ચીજવસ્તુઓને કાળજીપૂર્વક ત્યાગ. પરિષ્ઠાપના એટલે નાખવું. મળ, મૂત્ર, લેમ કે એવી કઈ પણ ત્યાજ્ય વસ્તુ કોઈને દુઃખરૂપ ન થાય તેવું સ્થાન જોઈ ઉપગપૂર્વક નાખવી.
ઉપરોક્ત પાંચ સમિતિઓ સાધુજનને અહિંસામાર્ગને અનુસરવામાં સહાયભૂત થાય છે અને દર્શાવે છે કે સાધુજીવન સર્વે સંજોગે હેઠળ દૃષ્ટાંતરૂપ બની રહેવું જોઈએ. સાધુના આચાર-વિચારની ઉગ્રતા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેને હેતુ રાગ-દ્વેષ બંને ટાળવાને છે. સાધુજન રાગ-દ્વેષથી આગળ વધીને અહિંસાનું આચરણ કરે ત્યારે તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
* સંતબાલજી (અનુ.), ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૪, પૃ. ૨૧૭-૨૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org