________________
૧. મન
પ્રકરણ પ
જૈન મનાવિજ્ઞાન
(Jaina Psychology)
પ્રમાણમીમાંસા મનની વ્યાખ્યા “સર્વ પદાર્થ ગ્રહણ કરનાર” તરીકે આપે છે. (મર્શચે કહાં મમ: । ૧-૨-૨૪), તે સર્વ ઈન્દ્રિયાના સર્વ પદાર્થો ગ્રહણ કરે છે અને તેથી તે સર્વ પદાર્થગ્રાહી ઇન્દ્રિય કહેવાય છે. તે અત્યંત સૂક્ષ્મ છે અને તેથી તે અતિન્દ્રિય કે ને-ઈન્દ્રય (non-sense or quasi-sense) પણ કહેવાય છે. નિન્દ્રિયના અર્થ ઈન્દ્રિયના અભાવ નથી પર ંતુ અમુક અંશે ઇન્દ્રિય છે. જેવી રીતે -અનુદરા કન્યાના અર્થ દરવિહોણી કન્યા થતો નથી, પરન્તુ ગર્ભ ભાર સહન કરવા અસમર્થ એવા ઉદરવાળી કન્યા થાય છે; તેવી રીતે નેત્ર વગેરે જેમ નિયત સ્થાન, વિષય, ઉપસ્થિતિના અભાવને લીધે મનને અનિન્દ્રિય કહે છે. મન અત:કરણ (innersense) . પણુ કહેવાય છે, કારણ કે અન્ય ઇન્દ્રિયાની જેમ તેના ક્રાઈ બાહ્ય આકાર નથી. તે અન્ય ઇન્દ્રિયાની અપેક્ષાએ અત્યંત સૂક્ષ્મ હોવાથી સૂક્ષ્મ ઈન્દ્રિય (subtle sense) પણ કહેવાય છે. અન્ય સવ દર્શોના મનને એક ઇન્દ્રિય માને છે, જ્યારે જૈન દર્શન મનને એક ઇન્દ્રિય માનતું નથી અને આ રીતે અન્ય દર્શનના મનના ખ્યાલથી જૈન દર્શનના મનના ખ્યાલ જુદા પડે છે.
ઈન્દ્રિયા અને મન વચ્ચે ત્રણ ભેદ છે.
(૧) ઇન્દ્રિયા શરીરમાં નિશ્ચિત સ્થાન ધરાવે છે, જ્યારે મન આવું ઈ સ્થાન ધરાવતું નથી.
(૨) ઇન્દ્રિયા નાતાની બહાર એવા કાઈ પદાર્થો પ્રતિ વળે છે અને બાહ્ય પદાર્થોનું જ પ્રત્યક્ષીકરણ કરે છે, જ્યારે મન અંદર પ્રતિ વળે છે અને આંતરિક સ્થિતિઓનું પ્રત્યક્ષીકરણ કરે છે અને તે સ ‘આંતરેક અનુભવા’ને અર્થ, સાતત્ય અને સંવાદિતા બક્ષે છે. આ રીતે મન તેના સ્વરૂપમાં વિશિષ્ટ છે.
(૩) તદુપરાંત પ્રત્યેક ઇન્દ્રિયને પ્રત્યક્ષીકરણના તેના પોતાના વિશિષ્ટ વિષય હોય છે, જ્યારે મન સર્વ ઈન્દ્રિયાના સર્વે પદાર્થો જાણવા સમર્થ છે. મનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org