________________
૧૩૪
જનદાર
નથી, કારણ કે જે તે ન સ્વીકારીએ તે તત્પશ્ચાત જાગૃતવસ્થામાં આરામદાયી અને ગાઢ નિદ્રાના સુખ અનુભવનું સ્મરણ અશકય બની જાય."*
આત્મા તાત્ત્વિક અભૂતકરણ છે અને તેથી તે તત્ત્વજ્ઞની તપાસનો વિષય કહી શકાય. આમ છતાં તેના અસ્તિત્વનું કથન અને તેના સ્વરૂપનું પરીક્ષણ મને વિજ્ઞાનનું પણ કાર્ય છે, કારણ કે ચેતન મનોવિજ્ઞાનને કેન્દ્રીય પ્રત્યય છે અને તેની સમજ પ્રત્યક્ષ રીતે આત્માના અસ્તિત્વ સાથે સંબંધિત છે. માનવ-વ્યક્તિત્વનાં વિભિન્ન પરિમાણ (dimensions) અંગેની પ્રાચીન ભારતીય તત્ત્વજ્ઞની સમજ તેને એ જાણવા શક્તિમાન બનાવે છે કે માનવીના મને વૈજ્ઞાનિક પાસાંનું વિશ્લેષણ સ્વયં સાધ્ય નથી, અને તેથી તાત્ત્વિક અને મનોવૈજ્ઞાનિક, વિશ્લેષણે સંપૂર્ણ રીતે અસંબંધિત હોય તે રીતે કરવામાં આવતા નથી. જેના ચિંતકે પણ આમાં અપવાદ નથી.
(૨) આ
ત્માનું
સ્વરૂપ (Nature of soul) :
વાદિદેવસૂરિ આત્મા(સંસારી આત્મ)નું સ્વરૂપ નીચે મુજબ વર્ણવે છે ,
“આત્મા પ્રત્યક્ષ વગેરે પ્રમાણે દ્વારા સિદ્ધ છે, પ્રમાતા છે, તત્ત્વતઃ ચેતનસ્વરૂપ છે. પરિણામ છે, કર્તા છે, સાક્ષાત લેતા છે, અને સ્વદેહપરિમાણ છે, પ્રત્યેક શરીરમાં ભિન્ન છે અને પુગલ-કર્મયુક્ત છે.” (પ્રમાણનયતત્ત્વાલક, ૭.૫૫-૫૬).
૧. આત્માના અસ્તિત્વ માટેની દલીલે આપણે હવે પછી જોઈશું.
૨. આત્મા ચેતનસ્વરૂપ છે. ચેતના આત્માને મૂળભૂત ગુણ ન્યાય–વશેષિકની જેમ ઔપાધિક ગુણ નથી. તે તેનું હાર્દ છે. આત્માની વ્યાખ્યામાં આપણે આ જોઈ ગયા છીએ. આત્મા અનંત જ્ઞાન-દર્શન-સુખ-વીર્યયુક્ત છે
૩. આત્મા પરિણામ છે, સાંખ્યને પુરુષની જેમ ફૂટસ્થ નિત્ય નથી. સુખ, દુઃખ વગેરે પરિણામોને અનુભવ આત્મા કરે છે અને તેથી તે પરિણામી છે, અપરિણમી કે અપરિવર્તનશીલ નથી.
૪. આત્મા કર્તા છે, સાંખના પુરુષની જેમ સાક્ષીમાત્ર નથી. સુખ-દુઃખને અનુભવ પ્રવૃત્તિ-ક્રિયા વિના શક્ય નથી. સુખ-દુઃખ ક્રિયારૂપ છે અને તેથી આત્મા કર્તા છે, સક્રિય છે, નિષ્ક્રિય નથી.
* Mehta, M. L., Jaina Psychology, p. 31.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org