________________
૧૮૪
જૈનદર્શન આત્માની અવનતિને જૈન સિદ્ધાંત કર્તવ્યને નીતિશાસ્ત્રનું અધિષ્ઠાન પૂરું પાડે છે. આ મહત્વપૂર્ણ મુદ્દો છે. કર્મનો સિદ્ધાંત અને તેના પેટા નિયમસામે પુનર્જન્મને સિદ્ધાંત, સામાન્ય સમજ મુજબ, વ્યક્તિગત જવાબદારીના નીતિશાસ્ત્રનું અધિષ્ઠાન પૂરું પાડે છે. જેના સિદ્ધાંતમાં પણ આને સ્વીકાર છે. માનવ જવાબદારીયુક્ત વ્યકિત છે. તે તે માનવકક્ષાએ કરેલ સારા-ખરાબ કાર્યો માટે જવાબદાર પણ છે અને તે આ માટે માનવકક્ષાએ આ જીવનમાં કે ભાવિ જીવનમાં ઉત્તર પણ આપે છે. તે માનવવ્યક્તિ તરીકે તેની પ્રતિષ્ઠાને હાનિ કરતાં કાર્યો કરી શકે નહીં અને જે તે કરે છે તેનાં પરિણામોમાંથી ટકી શકે નહીં. આમ થાય ત્યારે તેનું પતન થાય છે અને માનવથી નિમ્ન કક્ષામાં ધકેલાઈ જાય છે. ટૂંકમાં, જૈન મતે, કર્મવશાત જ જીવો ઉચ્ચ કે નીચ ગતિ પામે છે.
જૈન સિદ્ધાંત માનવી અને તેના અંતિમ સ્વરૂપને સાક્ષાત્કાર કરવાના તેના પ્રયાસેની ચર્ચા હંમેશાં ચેતનાની પરિભાષામાં કરે છે. આ બીજ નેધપાત્ર મુદ્દો છે. આધ્યાત્મિક ઉત્થાન (ઉત્ક્રાંતિ) ચેતનયુક્ત પ્રક્રિયા છે, ચેતનવિહોણી પ્રક્રિયા નથી. નીતિશાસ્ત્રમાં માનવીના આ પાસાંની ચર્ચા થાય છે અને તેથી માનવજાતિ માટે ચેતના કોઈ વિશિષ્ટ બાબત ન હોવાનું વિસ્મરણ થાય છે. અલબત્ત, આત્મચેતના માનવજાતિ માટે વિશિષ્ટ-અદ્વિતીય છે. જેને પરંપરા માનવીના આત્મચેતનયુક્ત પાસાં પર ભાર મૂકે છે તેમ છતાં જૈન મતાનુસાર વનસ્પતિ કક્ષાથી માંડીને પ્રાણીકક્ષા. પર્વત કે પ્રાણીકક્ષાથી માંડીને માનવ કે દેવ કક્ષા પર્યત ચેતનામાં ક્યાંય ભંગ નથી. જૈન દર્શન આ અર્થમાં જ જીવ-અજીવ એવા અસ્તિત્વના બે મુખ્ય પદાર્થોની વાત કરે છે. અહીં માનવ-કતવ્ય પર ભાર મુકાય છે, એટલું જ નહી પરંતુ માનવીને તેના ઉત્ક્રાંતિના તબક્કાને એગ્ય જીવન વાસ્તવમાં જીવવાની હંમેશાં ભલામણ પણ કરાય છે. તેણે સર્વપ્રથમ એ જોવાનું રહે છે કે તે નિમ્ન કક્ષામાં સરી પડયા વિના તેની કક્ષાની જાળવણી કરે અને ત્યારબાદ તે તેની ચેતનાની ઉચ્ચતર ઉત્ક્રાંતિ માટેનું યેય રાખે.
જીવનની વિશિષ્ટ સ્થિતિના કારણુના સ્વરૂપને લગતું ત્રણ વેપારીઓનું એક રસપ્રદ ઉદાહરણ ઉત્તરાધ્યયન સૂત્રમાં દષ્ટિગોચર થાય છે. ત્રણ વેપારીઓ પોતાની મૂડી સાથે વિદેશમાં વેપાર શરૂ કરે છે. આમાંને એક વેપારી નોંધપાત્ર નફેલાભ મેળવે છે, બીજો પિતાની મૂળ મૂડી (કશા લાભ-નુકસાન વિના) સાથે ઘેર પાછા ફરે છે અને ત્રીજો તેની મૂળ મૂડીની ખોટ કરીને વતન પરત થાય છે. * ઉત્તરાધ્યયન સૂત્ર, ૭. ૧૪-૧૫.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org