________________
જૈનદર્શન
(૧) શુદ્ધિ : અવધિજ્ઞાનની અપેક્ષાએ, મન:પર્યાય જ્ઞાન પોતાના વિષયને વધારે સ્પષ્ટ રીતે જાણી શકે છે અને તેથી અધિક વિશુદ્ધ છે. અવધિજ્ઞાનમાં ભૌતિક પદાર્થ (રૂપી દ્રવ્ય) અને મનનું પણ પ્રત્યક્ષ શકય છે. પર ંતુ તે મન:પર્યાયજ્ઞાનના કિસ્સામાં છે તેટલું સ્પષ્ટ નથી. મન:પર્યાયજ્ઞનનું પ્રત્યક્ષ વધારે સ્પષ્ટ છે અને અન્ય મના પણ વધારે સ્પષ્ટ રીતે જ્ઞાત થાય છે. મન:પર્યાયજ્ઞ!ન દ્વારા રૂપી દ્રવ્યના સૂક્ષ્મ અંશ જાણી શકાય છે. મન:પર્યાયજ્ઞાનની વિશુદ્ધિ તેના વિષયની અધિકતા પર નહીં પરંતુ વિષયની સૂક્ષ્મતા પર નિર્ભર છે.
૧૨૯
(૨) ક્ષેત્ર : અવધિજ્ઞાનનું ક્ષેત્ર મન:પર્યાયજ્ઞાન કરતાં અત્યંત વ્યાપક છે –આંગળીના અસ ંખ્યાતમા ભાગથી માંડીને સમગ્ર લાકપત છે; જ્યારે મનઃપર્યાયજ્ઞાનનુ ક્ષેત્ર મનુષ્યલેાક પૂરતું જ સીમિત છે.
(૩) અધિકારી વ્યક્તિ : અવધિજ્ઞાન ચારે ગતિના સર્વ જીવ દેવ, નારક, મનુષ્ય, અને તિર્યંચ-માટે શકય છે, જ્યારે મન:પર્યાયજ્ઞાન માત્ર ચારિત્ર્યવાન મનુષ્ય માટે જ શકય છે.
(૪) વિષય : અવધિજ્ઞાનના વિષય સર્વ રૂપી દ્રવ્ય છે, (તેના સ પર્યંચે નહી), જ્યારે મન:પર્યાયજ્ઞાનના વિષય માત્ર મન છે જે રૂપી દ્રવ્યના અંનતમ ભાગ છે.
અવધ અને મન:પર્યાયજ્ઞાન અને વિકલ પ્રત્યક્ષ છે, સફલ પ્રત્યક્ષ નથી. બને જ્ઞાન વચ્ચે કાઈ એવા તફાવત નથી કે જેને આધારે બને જ્ઞાન સ્વતંત્ર સિદ્ધ કરી શકાય. બંનેમાં એક જ જ્ઞાનની ખે ભૂમિકાએ છે.
(૫) કેવળજ્ઞાન : (Omniscience) :
તત્ત્વાર્થ સૂત્ર કેવળજ્ઞાનની વ્યાખ્યા નીચે મુજબ આપે છે. કેવળજ્ઞાન પરિપૂર્ણ, સમગ્ર, અસાધારણ, નિરપેક્ષ,વિશુદ્ધ, સર્વ-ભાવનાપક (સર્વગ્રાહી) છે અને લેાક, અલાક અને અન ત પર્યાય તેના વિષય છે. તે સ ંપૂર્ણ-સલ પ્રત્યક્ષ છે. જૈન દૃષ્ટિએ, ઇન્દ્રિયા અને મન જ્ઞાનનાં સાધના’ કરતાં અંતરાયનાં સાધને' સવિશેષ છે . અને તેથી દેવળોનના તબક્કો દિક્-કાળનાં મૂળતત્ત્વાથી પર છે. આ રીતે, કેવળજ્ઞાન એક સર્વાંગસંપૂર્ણ અનુભવ છે અને તેને દિક્-કાળઅનુભવની મર્યાદાએ લાગુ પડતી નથી. કેવળજ્ઞાન માનવજ્ઞાનવિકાસનું અંતિમ સેાપાન છે અને તેમાં વાસ્તવિકતા કે તત્ત્વના સ ંપૂર્ણ સાક્ષાત્કાર કાઈપણ આંતરાય વિના થાય છે.
કેવળજ્ઞાનને વિષય સર્વે દ્રવ્ય અને સર્વે પર્યાય છે અને તેથી તે સર્વોપરી જ્ઞાન છે, જ્યારે મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનના વિષયે સર્વે દ્રવ્યેા છે પરંતુ તેમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org