________________
૧૨૦
જૈનદર્શન
તે ક્રમથી જ થાય છે. આ મત સામાન્ય આગેકૂચ-પ્રગતિ (જ્ઞાનમાં કે નૈતિક જીવનમાં) માટેને ખ્યાલ આપે છે. પુરગામી તબક્કાને અનુગામી તબક્કો અનિવાર્ય રીતે પાર કરી જાય છે-ઓળંગી જાય છે. જ્ઞાનની દૃષ્ટિએ જ્ઞાનને અનુગામી વિકસિત તબક્કો પુરગામી તબક્કો પૂર્ણ થયાનું સૂચવે છે. નૈતિક દૃષ્ટિએ (કર્મનાં આવરણોની ભાષામાં વિશિષ્ટ રીતે) પ્રગતિ એક પછી એક આવરણની નાબૂદી સૂચવે છે, અને જ્યારે અંતમાં સર્વ આવરણે નાશ પામે છે ત્યારે પૂર્ણતા પ્રાપ્ત થાય છે. જિનભદ્ર આ આ મતના હિમાયતી છે.
૩. તાદાભ્ય તરીકે દર્શન અને જ્ઞાન (Perception and Know!edge as Identical):
ત્રીજા મત મુજબ, કેવળજ્ઞાનીમાં ઈન્દ્રિ અને મન કઈ ઉપગી હેતુઓ સિદ્ધ કરતા નથી. આનો અર્થ એ છે કે દર્શન માટે કઈ સ્વતંત્ર શક્તિ નથી. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે જે કેવળજ્ઞાનીના સંદર્ભમાં આપણે દર્શન અને જ્ઞાનને વિચાર કરીએ તો તે આ બે વચ્ચેના તાદામ્ય(એક્ય)ની પરિભાષામાં જ કરી શકાય. આ મંતવ્ય એ સ્પષ્ટપણે દર્શાવે છે કે દર્શન અને જ્ઞાન વચ્ચેનો ભેદ મન:પર્યાય જ્ઞાનની કક્ષા પર્યત જ છે, કેવળજ્ઞાન સંબંધમાં નથી. સિદ્ધસેન આ મંતવ્યની હિમાયત કરે છે.
મંતવ્ય ૧ અને ૩ વચ્ચે કોઈ ખાસ ભેદ નથી. બંને મંતવ્યો બીજા મનની ટીકા કરે છે. બે ચેતનમય પ્રવૃત્તિઓ એકી સાથે ઉભવી શકે નહીં એ મત સ્વીકાર્યો છે અને મંતવ્ય ૨ અને ૩ આ દર્શાવે છે એ નોંધવું રસપ્રદ છે.
ક્રમસિદ્ધાંતમાં રહેલાં સત્ય પ્રતિ પણ દુર્લક્ષ કરી શકાય નહીં, કારણ કે તે સર્વજ્ઞતા સ્વયે જે રીતે પૃથકકૃત કરવાની છે અને સમજવાની છે તે દર્શાવે છે. આમ છતાં, કેવળજ્ઞાનીમાં ક્રમને મુદો સ્વીકારવો મુશ્કેલ છે. ત્રીજા સિદ્ધાંતમાં વ્યક્ત થતો તાદાત્મ્યને ખ્યાલ સ્વીકાર્ય છે, કારણ કે કેવળજ્ઞાનીમાં પૂર્ણ દર્શન અને પૂર્ણ જ્ઞાન એકીસાથે ઉત્પન્ન થતાં હોય છે જેને દર્શન જાણે છે તેનાથી ભિન્ન જ્ઞાન જાણે છે એમ માનવું પડે. તે પછી દર્શન અને જ્ઞાન બધાને ગ્રહણ કરે છે એમ માની શકાય નહીં. પરિણામે તેની પૂર્ણતાને હાનિ પહેરો.
યશવિજ્યજી ત્રણ સિદ્ધાંતોમાં અંતર્ગત સત્યને અંશે નીચે મુજબ દર્શાવે છે, પ્રથમ મત અનુભવિક દષ્ટિબિંદુથી સાચું છે કારણ કે આનુભવિક દષ્ટિબિંદુ ભેદને સ્વીકારે છે; બીજે મત વિલેજક દષ્ટિબિંદુને આધારે યોગ્ય છે, કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org