________________
જેના જ્ઞાનમીમાંસા
૧૨૧ તે કારણ અને પરિણામ વચ્ચે સીમાંકન કરે છે; જ્યારે ત્રીજે મત અંકલેષક દૃષ્ટિબિંદુના આધારે સાચો છે, કારણ કે તે ભેદને નાશ કરીને અભેદ–ઐય સ્થાપવા મથે છે. તેથી ત્રણમાંથી કોઈપણ વિધાન અયોગ્ય કહી શકાય નહીં. ૬. જ્ઞાનના પ્રકારો (Kinds or categories of Knowledge) : પંચસાનઃ
આગમ સાહિત્યમાં જોવા મળતી જ્ઞાનસંબંધી માન્યતાઓ અતિપ્રાચીન છે. સંભવતઃ ભગવાન મહાવીર પહેલાંની આ માન્યતાઓ છે. આગમ સાહિત્યમાં પંચજ્ઞાનચર્ચા જોવા મળે છે. પાર્શ્વનાથ પરંપરાના સાધુ કેશિકુમાર સ્વમુખે કહે છે: અમે શ્રમણ નિગ્રંથ પાંચ પ્રકારના જ્ઞાનમાં માનીએ છીએ :
(૧) આભિનિબંધિક જ્ઞાન અથવા મતિજ્ઞાન, (૨) શ્રતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યાયજ્ઞાન, અને (૫) કેવળજ્ઞાન. પંચજ્ઞાનની માન્યતા શ્વેતાંબર-દિગંબર બને પરંપરાઓમાં પ્રાયઃ સમાન રીતે જોવા મળે છે. હવે આપણે આ પ્રત્યેક અંગે સવિસ્તર જઈશું. આમાંથી પ્રથમ બે પક્ષ જ્ઞાન-પ્રકારે છે; જ્યારે અંતિમ ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન-પ્રકારે છે અને તેમાંથી અંતિમ પ્રકાર પૂર્ણ-સકલ પ્રત્યક્ષ છે, - જ્યારે બાકીના બે વિકલ-અપૂર્ણ પ્રત્યક્ષ છે.
(૧) મતિજ્ઞાન (sensory Knowledge) :
તત્વાર્થ સૂત્ર મતિજ્ઞાનની વ્યાખ્યા “ઈન્દ્રિય અને મન દ્વારા ઉત્પન્ન થતા જ્ઞાન” તરીકે આપે છે. (તસંઢિયાનેfrofiીમરમ્ | ૧.૧૪) ઈન્દ્રિય અને મન દ્વારા ઉત્પન્ન થતા જીવ અને અજીવવિષયક જ્ઞાન મતિજ્ઞાન છે.
તત્વાર્થભાષ્ય મતિજ્ઞાનના બે પિટાપ્રકારે આપે છે : (૧) ઇન્દ્રિયજન્ય જ્ઞાન અને (૨) મને જન્ય જ્ઞાન (૧.૧૪).
તત્વાર્થસૂત્ર પરની ટીકામાં સિદ્ધસેનગણિ મતિજ્ઞાનના ત્રણ પેટાપ્રકારે આપે છે: (૧) ઈન્દ્રિજન્ય (૨) અનિન્દ્રિયજન્ય (મને જન્ય) અને (૩) ઈન્દ્રિય-અનિન્દ્રિયજન્ય (૧૧૪).
(૧) ઈન્દ્રિયજન્ય જ્ઞાન માત્ર ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થાય છે. (૨) અનિન્દ્રિયજન્ય જ્ઞાન માત્ર મન દ્વારા ઉત્પન્ન થાય છે.
(૩) ઈન્દ્રિય-અનિન્દ્રિયજન્ય જ્ઞાન માટે ઈન્દ્રિય અને મન બંનેને સંયુકત પ્રયાસ જરૂરી છે.
અવગ્રહ, ઈહા, અવાય અને ધારણું મતિજ્ઞાનના વિવિધ તબક્કાઓ છે. આ - અંગેની વિગતો સાંવ્યવહારિક પ્રત્યક્ષ હેઠળ આ અગાઉ આપેલ છે અને તેથી તેનું પુનરાવર્તન અહીં આવશ્યક નથી. * જુઓ પ્રકરણ ૩, પૃ. ૯૯-૧૦૧.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org