________________
૧૧૪
જેનદર્શન (૧) “હું ઘડાને જાણું છું” એવી પ્રતીતિમાં “હું” એ કર્તા અને “ઘડાને’એ કર્મનું
જેવી રીતે જ્ઞાન હોય છે તેવી જ રીતે “જાણું છું એ જ્ઞપ્તિક્રિયાનું અર્થાત
જ્ઞાનનું પણ જ્ઞાન હોય છે. (૨) જે જ્ઞાન પતે અજ્ઞાત હોય તે પદાર્થનું જ્ઞાન કરાવી શકે નહીં અને જ્ઞાનનું
જ્ઞાન અન્ય જ્ઞાન દ્વારા થાય છે એમ માનીએ તો અનવસ્થા દોષ થાય છે. (૩) જ્ઞાન પોતે જ્યારે પિતાને વિષય બને છે ત્યારે તે પિતાને જ્ઞાનરૂપે જાણે
છે. જ્ઞાન ય બનવાથી જ્ઞાન મટી જતું નથી. જ્ઞાન ય બને તેમાં કઈ દોષ નથી. તે બાહ્ય પદાર્થની અપેક્ષાએ જ્ઞાન છે અને પિતાની અપેક્ષાએ ય છે. દા. ત., જ્ઞાતાનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે તે પણ ય બને છે
પરંતુ ય બનવાથી તે જ્ઞાતા મટી જતો નથી. તે જ્ઞાતા રૂપે જ ય બને છે. (૪) સામાન્ય રીતે એક જ ક્રિયામાં કર્તા અને કર્મ એક હોતાં નથી પરંતુ અહીં
એક જ જ્ઞાનક્રિયામાં કર્તા અને કર્મ બંને એક જ છે-જ્ઞાન જ છે. આમ છતાં, આ અનુભવસિદ્ધ હવાથી ઉપરોક્ત નિયમથી બાધિત થતું નથી. દા. ત., જેવી રીતે દીપક ઘડાને પ્રકાશિત કરે છે અને પિતાને પણ પ્રકાશિત કરે છે તેવી રીતે જ્ઞાન પણ ઘડા વગેરે બાહ્ય પદાર્થોને પ્રકાશિત કરે છે અને પોતાને
પણ પ્રકાશિત કરે છે. (૫) નીચે જણાવેલાં અનુમાને પણ “જ્ઞાન પોતે પિતાને જાણે છે એ પુરવાર કરે છે.
૧. જ્ઞાન પિતે પિતાને જાણતું અને પ્રકાશિત કરે છે, કારણ કે તે પ્રકાશક છે. જે જે પ્રકાશક હોય છે તે તે પોતાને પ્રકાશિત કરે છે અને સાથે સાથે અન્યને પણ પ્રકાશિત કરે છે, દા. ત., દીપક.
૨. જ્ઞાન પિોતે પિતાને પ્રકાશિત કરે છે, કારણ કે તે બાહ્ય પદાર્થનું પ્રકાશક છે. જે પિતે પિતને પ્રકાશિત કરતું નથી તે બાહ્ય પદાર્થને પણ પ્રકાશિત કરતું નથી, દા.ત., ઘડે.
૩. જ્ઞાન પોતાના જ્ઞાન માટે પિતાને સજાતીય અન્ય જ્ઞાનની અપેક્ષા રાખતું નથી, કારણ કે તે વસ્તુ છે, જે જે વસ્તુ છે તે પોતાના જ્ઞાન માટે પોતાના સજાતીયની અપેક્ષા રાખતી નથી, જેમ કે ઘડે. અર્થાત્ ઘડાને જાણવા માટે અન્ય ઘડાની આવશ્યક્તા નથી, તેવી જ રીતે જ્ઞાનને જાણવા માટે અન્ય જ્ઞાનની આવશ્યકતા નથી.
૪. જ્ઞાનનું પ્રામાય (Validity of Knowledge)
સમ્યગૂ જ્ઞાન જ પ્રમાણ છે. કયું જ્ઞાન સમ્યક છે અને કયું મિથ્યા ? જ્ઞાનને જે કારણસર પ્રમાણ કહી શકાય એ પ્રામાણ્ય શું છે ? બીજા શબ્દોમાં જ્ઞાનના પ્રામાણ્યનું સ્વરૂપ કેવી રીતે મિશ્રિત કરી શકાય ? જ્ઞાનના પ્રામાણ્યની કસોટી શી છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org