________________
જૈન તર્કશાસ્ર
૧૦૧
અવાજ ? આ અંગે કાઈ નિહ્ય થતા નથી. જ્ઞાનની દશા વિંશકુ-સી રહે છે. ખીજી બાજુએ ઈંડામાં નાન એક બાજુએ ઝુકે છે. અલબત્ત, ઈહામાં પૂર્ણ નિર્ણય થતા નથી. પરંતુ જ્ઞાન નિર્ણયની ખાજુ અવશ્ય ઝૂકે છે.
(૩) અવાય (Determinate Perception) :
અવાય એટલે નિશ્ચય. અવાય ઈહાના વિષયના વિશિષ્ટ ગુણુના નિશ્ચય છે-અંતિમ નિશ્ચય છે. ઈડા પછી ‘આ વૃક્ષ જ છે’, ‘આ ધ્વનિ શૃંગનેા નહીં પરંતુ શ ંખના જ છે' એવા નિર્ણય થાય તે ‘અવાય' છે. આમાં સમ્યક્-અસમ્યફની વિચારણા પૂર્ણ સ્વરૂપે પરિપકવ બને છે અને અસમ્યક્નુ નિવારણ થતાં સમ્યકના નિર્ણય થાય છે. આમ અવાયનું સ્વરૂપ વિધાયક છે. જ્ઞાનને નિષેધાત્મક માનતી પર ંપરા ‘અવાય’ ને બદલે અપાય' શબ્દપ્રયાગ કરે છે.
(૮) ધારણા (Retention) :
ધારણા સ્મૃતિની પરિસ્થિતિ છે. અવાય બાદ ધારણા થાય છે. ધારણામાં જ્ઞાન એટલું દર બને છે કે તે સ્મૃતિનું કારણ બની રહે છે. તે આપણી ભૂતકાલીન અનુભવ દ્વારા અવરોધ તરીકે સ ંગ્રહાયેલ પ્રદન્ત માનસિક ચિહ્ન જ છે. આ રીતે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેનુ મનમાં થયેલું ધારણ તે ધારણા' છે.
ઉપરોક્ત ક્રમ નિશ્ચિત જ છે. તેમાં દાઈ ફેરફારને અવકાશ નથી. પદાર્થ - ત્રણ બાદ વિચાર થઈ શકે છે, વિચાર બાદ જ નિશ્ચય થઈ શકે છે અને નિશ્ચય પછી જ ધારણા થઈ શકે છે. તેથી ઈહા અવગ્રહપૂર્વક થાય છે. અવાય ઈહાપૂ ક અને ધારણા અવાયપૂર્વક. આ પ્રમાણે અવગ્રહ વગેરે ૪ જ્ઞાનાના ઉત્પત્તિ-ક્રમ છે, (બ) પારમાર્થિક પ્રત્યક્ષ (Transcendental Perception)
ઈન્દ્રિય અને મનની સહાય વિના આત્માને પદાર્થનું જે સાક્ષાત્ નાન થાય છે તેને પારમાર્થિક પ્રત્યક્ષ, આત્મ-પ્રત્યક્ષ કે અતીન્દ્રય પ્રત્યક્ષ કહેવામાં આવે છે. પારમાર્થિક પ્રત્યક્ષ પ્રત્યક્ષરીતે આત્મામાંથી નિષ્પન્ન થાય છે, તે ઇન્દ્રિય કે મન પર આધારિત નથી. પ્રત્યક્ષ જ્ઞાનમાં પદાર્થ અને તેની વચ્ચે કાઈ અંતરાય નથી, જ્ઞાન અને ય વચ્ચે કાઈ માધ્યમ નથી અને તેને અન્ય કાઈ આધાર કે સહાયની આવશ્યકતા નથી. પૂર્ણ પ્રત્યક્ષ સર્વ કન્ય આવરણેને સંપૂર્ણ નાશ થતાં ઉદ્ભવે છે. સર્વ અંતરાયરૂપ આવરણાના સ ંપૂર્ણ નાશ બાદ ઉદ્ભવતા આત્માના જન્મજાત સ્વરૂપના પૂર્ણ આવિષ્કારને આત્મ-પ્રત્યક્ષ’ કહેવામાં આવે છે. આત્માનુ હાર્દ ચેતના છે અને તે તેના સ્વરૂપથી પ્રકાશિત છે. આત્માના પ્રકાશિત સ્વરૂપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org