________________
રિન તર્કશાસ્ત્ર
૯૩ થાય છે. જ્યારે પદાર્થ શબ્દની વ્યુત્પત્તિજન્ય અર્થ દ્વારા સૂચિત તેનું સ્વાભાવિકકાર્ય બજાવવાની મૂર્તિમંત સ્થિતિમાં હોય ત્યારે જ આ નય શબ્દ દ્વારા નિર્દિક પદાર્થને સ્વીકાર કરે છે. વ્યુત્પત્તિની દષ્ટિએ એવભૂતને અર્થ છે શબ્દ અને અર્થના સંબંધમાં તેની સમગ્રતામાં સત્ય. વાસ્તવમાં શત્રુઓને વિનાશ કરનાર વ્યક્તિ જ “પુરંદર' કહેવાય છે. એ જ પ્રમાણે ગો (ગાય) એટલે જે જાય છે તે (જીતીતિ નૌક ) જે ગાય ગતિશીલ ન હોય પરંતુ બેડી હોય તો તે સમયે તેને ગે” કહી શકાય નહીં. જ્યારે તે જતી હોય ત્યારે જ તેને “ગે” કહી શકાય. એ જ પ્રમાણે, વાસ્તવમાં રાજચિહ્નોથી શોભી રહ્યો હોય ત્યારે જ રાજા, મનુષ્યનું રક્ષણ કરતા હોય ત્યારે જ તૃપ વગેરે શબ્દપ્રયોગ વાસ્તવિક ઠરે. અહીં દલીલ એ છે કે સ્વીકૃત ક્ષણે પદાર્થ શબદ દ્વારા વ્યક્ત થતાં કાર્ય કરવાની સ્થિતિમાં ન હોય અને છતાં તે તે પદાર્થ તરીકે સ્વીકારાય તે પછી ઘટ ને “પટ” પણ કહી શકાય. અલબત્ત, પછી ભલે ઘટ, પટનું કાર્ય કરવાની સ્થિતિમાં ન હોય. કેઈ વ્યક્તિ ખરેખર સેવામાં સંલગ્ન હોય ત્યારે જ અને તેટલી વાર જ તેને “સેવક કહી શકાય... યુદ્ધ કરતી હોય ત્યારે જ વ્યક્તિને “ ” કહી શકાય. આમ આ નય મુજબ, જ્યારે ખરેખર કામ થતું હોય ત્યારે જ તેને લગતું વિશેષણ કે વિશેષ્ય નામ વાપરી શકાય, અન્યથા નહીં.
સમાપન
આ સાત ન જુદાં જુદાં દષ્ટિબિંદુએ છે, ભિન્ન ભિન્ન બાબતના સાપેક્ષા અભિપ્રાય છે. પ્રત્યેક “નયરને ૧૦૦ પેટા વિભાજને છે. આ રીતે એકંદરે ૭૦૦ નો છે. આ ઉપરાંત, એક મંતવ્ય મુજબ, નય માત્ર ૬ છે, નિગમ નયને અહીં નય તરીકે સ્વીકાર થતો નથી. બીજા મંતવ્ય મુજબ, નયની સંખ્યા માત્ર ૫ છે. અહીં સમભિરૂઢ અને એવંભૂત નયને સ્વતંત્ર નત્ય તરીકે સ્વીકાર કરવામાં આવતો નથી, પરંતુ શબ્દ નયમાં તેમને સમાવેશ કરવામાં આવે છે. 9. ALCULO! (Fallacy of Naya or Fallacious Nayas) :
નયનાં દષ્ટિબિંદુઓને નિરપેક્ષ સ્વરૂપમાં સ્વીકારવામાં આવે અથવા તે અન્ય નાના દષ્ટિબિંદુઓને ઇન્કારવામાં આવે કે તે પ્રતિ દુર્લક્ષ કરવામાં આવે તે નયાભાસ ઉભવે છે. ૭ નયને અનુરૂપ નીચેના ૭ નયભાસે છે.
૧. નૈગમાભાસ * સામાન્ય અને વિશિષ્ટ ગુણધર્મો વચ્ચે સંપૂર્ણ –એકાંત-કેવળભેદ નૈગમાભાસ છે. દા.ત. કેઈ વિધાન આત્મા અને ચેતના એકમેકથી સંદતર ભિન્ન હોય તેવી રીતે બે વસ્ત્રોની અલગતા પ્રસ્થાપિત કરે તે તે ગમાભાસનું ઉદાહરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org