________________
જેનદન ( ) જુસૂત્ર નય
આ નય પદાર્થના વર્તમાન સ્વરૂપને (ભૂત અને ભાવિ સ્વરૂપને બદલે) મહવપૂર્ણ માને છે, કારણ કે તે જ ક્ષણ પૂરતું ઉપયોગી છે. આ નય પાછળની દલીલ તત્કાલીન ઉપયોગિતા છે અને તેથી તે સ્વાભાવિક રીતે પદાર્થના વર્તમાન પાસા--તેના અસ્તિત્વની ક્ષણિક સ્થિતિ-ગાણિતિક વર્તમાન-પર નિર્ભર છે. દા. ત., “હું આ ક્ષણે સુખી છું” એ વિધાન મારા સુખની વર્તમાન સ્થિતિ સાથે સંબંધિત છે. આ નય વસ્તુ (દા. ત., સુવર્ણ)ના નવાં નવાં રૂપાંતર (દા. ત., બંગડી, વીંટી, -એરીંગ વગેરે) પ્રતિ લક્ષ ખેંચે છે. અહીં ભૂત-ભવિષ્યની સ્થિતિ પ્રતિ લક્ષ આપવામાં -આવતું નથી.
(૫) શબ્દ નય
આ નય મુજબ, પર્યાયવાચી શબ્દ સમનાથ છે કારણ કે તે સર્વ એક અને સમાન પદાર્થને વ્યક્ત કરે છે. રાજા, નૃપ, નૃપતિ, ભૂપતિ વગેરે પર્યાયવાચી શબ્દ સમાનાર્થી છે. એ જ પ્રમાણે, કુંભ, કળશ, ઘટ વગેરે પણ પર્યાયવાચી શબ્દ સમાનાર્થી છે. આ નય પર્યાયવાચી શબ્દ વચ્ચેના ભેદ સાથે નહીં પરંતુ તેના અર્થની સમાનતા સાથે જ સંબંધિત છે.
(૬) સમભિરૂદ્ધ નય
આ નય ઉપરોક્ત શબ્દ નયથી વિપરિત છે. તે શબ્દોની અસમાનતા પર ધ્યાન આપે છે. પર્યાયવાચી શબ્દો પણ આમાં અપવાદરૂપ નથી. વ્યુત્પત્તિની દષ્ટિએ શબ્દ ભિન્ન, અસમાન છે અને તેના આધારે તેમના વચ્ચે ભેદ પાડી શકાય. - શબ્દભેદ (વ્યુત્પત્તિ ભેદ) અર્થભેદક છે. દા. ત., રાજ એટલે રાજચિહ્નોથી શોભે ત, નૃપ એટલે પ્રજાનું પાલન કરે છે તે અને ભૂપતિ એટલે પૃથ્વીનું સંવર્ધન કરનાર. આ રીતે રાજા, નૃપતિ અને ભૂપતિ એ ત્રણ પર્યાયવાચી શબ્દો વચ્ચે અર્થભેદ કે મહત્તા સમજી શકાય છે. પર્યાયવાચી શબ્દ ભિન્ન અર્થવાળા ન હોય તે ઘટ, પટ, અ વગેરે શબ્દો પણ ભિન્ન અર્થવાળા ન થવા જોઈએ. તેથી શબ્દના ભેદથી અર્થનો ભેદ છે. પ્રાચીન જૈન ચિંતક મુજબ, આ દૃષ્ટિબિંદુને ઇન્કાર ઘટ અને પટ જેવા અન્સમાનાર્થી શબ્દ વચ્ચેના ભેદના ઈ-
કામાં પરિણમે. (૭) એવભૂત નય
આ વ્યુત્પત્તિમૂલક અભિગમનું તાર્કિક પરિણામ છે. વ્યુત્પત્તિજન્ય પદ્ધિત - શબ્દના મૂળ સાથે સંબંધિત છે કારણકે આ મૂળમાંથી શબ્દનો અર્થ નિષ્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org