________________
જૈનદર્શન
જો આમ હોય તેા વાસ્તવિક્તાને વિશિષ્ટ રીતે ટાવવાનો અર્થ જોટલને સરળ કરવાનો થાય. વાસ્તવિકતાનું જટિલ સ્વરૂપ સરળ વિધાનોમાં સપૂર્ણ રીતે પ્રકટ કરી શકાય નહીં. જૈન તત્ત્વજ્ઞના મતે, ઐકય (અનન્યત-અભેદ), નિત્યતા અને પરિવર્તન એ સર્વે સાચાં અને વાસ્તવિક છે. પદ્મરાયાહ સૂચવે છે, “સર્જન અને વિસર્જન પરિવર્તનનાં બે પાસાં છે અને તેથી વાસ્તવિકતાનાં ગતિશીલ પાસાં તરીકે આ અનેને અને નિત્યતાને સ્થિર પાસાં તરીકે માની શકાય.* તે તેના કથનના સમર્થનમાં ઇંદ્રભૂતિના પ્રશ્નો અને મહાવીરના ઉત્તરે ટાંકે છે. ગણધર ઇંદ્રભૂતિના વાસ્તવિકતાના સ્વરૂપ અંગેના પ્રશ્નનો શ્રી મહાવીર પ્રથમ ઉત્પાદ' શબ્દ દ્વારા ઉત્તર આપે છે અને આ જ પ્રશ્નનું ક્રમિક રીતે પુનરાવત ન થતાં તે ત્યારબાદ વ્યય' અને ધ્રૌવ્ય' શબ્દો દ્વારા ઉત્તર આપે છે. વાસ્તવિકતાનું કાળજીપૂર્વકનું નિરીક્ષણ પ્રકટ કરે છે કે માત્ર દ્રવ્ય જ નહીં પરંતુ તેના પરિવત નશીલ પર્યાય પણ વાસ્તવિક છે.
૪
જૈન પરંપરાનો સુસંગત વાસ્તવવાદ વાસ્તવિકતામાં અ ંતર્ગત એવા જુદા જુદા પદાર્થો-દ્રવ્યો—ની તેની ચર્ચામાં પ્રતિબિંબિત થાય છે જે અંગે હવે આપણે સવિસ્તર વિચારણા કરીશું.
૮. દ્રવ્યની સંખ્યા (Number of Substance) :
(અ) એક દ્રવ્ય :
સંગ્રહ નયની દૃષ્ટિએ, દ્રવ્ય એક છે અને તે સત્ છે. આ દૃષ્ટિબિંદુથી જડ-ચેતન, એક-અનેક, સામાન્ય-વિશેષ, ગુણુ-પર્યાય એ સર્વે એક જ છે. આ નય સર્વત્ર અભેદ જુએ છે અને ભેદની ઉપેક્ષા કરે છે. ભેદાની ઉપેક્ષાના અ ભેદીનો અભાવ કે ભેદનું મિથ્યાત્વ એવા થતા નથી. દ્રવ્ય સત્ છે’ એ અંગે આપણે આગળ વિશદ ચર્ચા કરેલ છે.
(ખ) એ દ્રવ્ય : જીવ-અજીવ :
જૈન તત્ત્વવિજ્ઞાન વિશ્વનું વિભાજન વ–અજીવ એવા એ પદાર્થોમાં કરે છે. આ બંને પદાર્થો નિત્ય, અનાદિ, સહઅસ્તિત્વમાન પરંતુ સ્વતંત્ર છે. તાર્કિક રીતે તે પૂર્ણ વિભાજન-દૂભાજન છે. જીવન કે ચેતનાની દૃષ્ટિએ વિશ્વ આપણને આ એ વિશાળ વગેł-પદાર્થો-દ્રવ્યો-માં વિભાજિત થતું જેવા મળે છે. દ્વૈતવાદી દૃષ્ટિબિંદુથી, દ્રવ્ય જીવ–અજીવ એવા બે વર્ગોમાં પૃથકકૃત કરી શકાય છે. Padmarajiah, Y. J., Jaina Theories of Reality and Khowledge, p. 127.
**
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org