________________
જૈનદર્શન
પ્રતિપાદન છે. પદાર્થ અંગેના નિર્ણય સ્યાદ્વાદ છે, કારણ કે પ્રત્યેક લક્ષણ યાત્’ શબ્દ સાથે વ્યક્ત થાય છે. પ્રત્યેક પદાર્થ ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુએથી નિહાળી શકાય તે સત્-અસત્, એક-અનેક, સમાન-અસમાન વગેરે હોઈ શકે. પદાર્થના વિભિન્ન ગુણાની અભિવ્યકિત વિભિન્ન દષ્ટિબિંદુએથી ‘સ્યાત્’ શબ્દ દ્વારા શકય છે. स्याद् अस्त्येव घटः स्याद् नास्त्येव घटः ।
स्यादु नित्य एक घटः स्य द् अभित्य एव घरः ।।
૯૦
*
સ્યાદ્વાદના આ ભેંકારયુકત કથનાના નિશ્ચયાત્મક અર્થ નીચે મુજબ છે:
અમુક અપેક્ષાએ ઘટ સત્ જ છે, અમુક અપેક્ષાએ ઘટ અસત્ જ છે. અમુક અપેક્ષાએ ઘટ નિત્ય જ છે, અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ છે.
આ તાત્વિક નિરુપણ છે, વ્યવહારમાં આવા શબ્દપ્રયોગ થતા નથી-થાય પણ નહીં. અનેકાંત' શબ્દમાં અનેક' અને અંત' એવા એ શબ્દો છે. અનેક એટલે એકથી વધારે ઘણા અને અંત એટલે દૃષ્ટિબિંદુ, દિશા, અપેક્ષા, બાજુ. અનેકાંત વાસ્તવિક્તાના સત્તામૂલક-તાત્ત્વિક-સ્તત્વવિષયક સ્વરૂપનુ નામ છે.
‘અનેકાંતવાદ' એટલે અનેક દષ્ટિબિંદુથી કથન. અનેકાંતવાદ પદાર્થ ની અનેકાત્મકતાની ભવ્યક્તિ છે. પ્રત્યેક પદાર્થ અનંત લક્ષણયુક્ત છે.
૩. સ્યાદ્વાદ કે અનેકાંતવાદ
જૈન મતાનુસાર, વાસ્તવિકતા અત્યંત જટિલ અને ગતિશીલ છે. તે એક નહીં પરન્તુ અનેક છે અને આ પ્રત્યેક વાસ્તવિક પણ અત્યંત જટિલ અને ગતિશીલ છે. વાસ્તવિકતા અનેક લક્ષણયુક્ત છે. પદાર્થ માત્ર અનેકાંત છે, અસંખ્ય ગુણ તેમજ સબધયુક્ત છે. આ ગુણા-લક્ષણા-ધર્મ બૈચારિક-પ્રત્યયાત્મક નથી, પર ંતુ તે વાસ્તવમાં પદામાં અસ્તત્વમાન છે. જ્યારે આપણે પદાર્થ અંગે કાઈપણ નિર્ણય-કથન-વિધાન કરીએ છીએ ત્યારે આપણે તેના કાઈક પાસા-ગુણલક્ષણધ -ને પસ ંદ કરીએ છીએ. જ્યારે આપણે પદાર્થના આ વિશિષ્ટ ધર્મ અંગે કથન કરીએ છીએ ત્યારે આપણે સ્વાત્' શબ્દના ઉપચેગ કરવાના રહે છે, અર્થાત્ અમુક વિશિષ્ટ દૃર્ણિમ દુથી આ પદા આવે છે અને અન્યથા નથી’ એમ કહેવાનુ રહે છે. દા. ત., ઘડા સત્ છે એમ કહીએ ત્યારે આપણે ઘડાના અસ્તિત્વના પાસાની પસંદગી કરીએ છીએ અને તેના અન્ય પાસાની નહીં. એ જ પ્રમાણે ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા છે' એમ કહીએ ત્યારે ગાંધીજીનાં અનેક પાસામાંથી આ એક પાસાંની પસંદગી આપણે કરીએ છીએ. ગાંધીજી કસ્તુરબાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org