________________
જેનદર્શન મે મુક્તિ છે, અજીવમાંથી જીવને છુટકારે છે. મેક્ષ શાશ્વત છે. જેમ પાણીમાં રહેલી માટીના લેપવાળી તુંબડી તેના પર બધો મેલ નીકળી જતાં
એકદમ પાણી ઉપર આવી જાય છે તેમ આત્મા પરને કર્મરૂપી સધળા મેલ દૂર - થતાં આત્મા સ્વભાવતઃ ઊર્ધ્વગતિ કરે છે અને લેકના અગ્રભાગે પહોંચી સ્થિત થાય છે.
જેનાં સકળ કર્મોને નિમૂળ-સંપૂર્ણ ક્ષય થયું છે તે ઈશ્વર છે (રિજીન: asif wદા) ઈશ્વર મુક્તાત્માથી ભિન્ન પ્રકારને નથી. ઈશ્વરત્વ અને મુક્તિનું
લક્ષણ સમાન છે. ઈશ્વર અહીં જગતને સર્જક ઈશ્વર નથી. તેની ઉપાસના–તેનું -અવલંબન હદયશુદ્ધિ માટે છે, રાગ-દ્વેષ નિવારણ અર્થે છે.
મોક્ષપ્રાપ્તિ માનવદેહ દ્વારા જ શક્ય છે. દેવે દેવ-ગતિમાંથી મુક્તિ પામી - શકતા નથી, તેમને પણ મોક્ષપ્રાપ્તિ માટે માનવદેહ ધારણ કરવો પડે છે.
મોક્ષપ્રાપ્તિ કરી શકનાર જ “ભવ્ય' કહેવાય છે, જ્યારે કદી પણ મુક્તિ પ્રાપ્ત • ન કરી શકનાર જીવો “અભવ્ય કહેવાય છે. ભવ્યત્વ-અભવ્યત્વ જીવનાં સ્વાભાવિક
લક્ષણે છે. જેમ મગમાંના કેરડા મગ અન્ય મગ પાકી જાય ત્યારે પણ પાકતા - નથી તેમ અભવ્ય જીવની સંસાર–સ્થિતિ પણ પાકતી નથી.
- સમાપન
મેક્ષાર્થીને આત્મવિકાસમાર્ગમાં ઉપર વર્ણવેલ નવ તનું જ્ઞાન અત્યંત - ઉપયોગી છે. નવ તત્તમાંથી જીવ અને અજીવ એ બે મુખ્ય ત છે.
આશ્રવ અને બંધ જીવ-અછવ (ચેતન-જડ) સંયોગનું અવસ્થાંતર છે. • આશ્રવ અને બંધ સંસારનાં કારણ છે.
સંવર અને નિર્જ આત્માની ઉજજવળ દશા છે અને તે બંને પક્ષના સાધન છે.
આ રીતે આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ પાંચ તો યથાસંભવ છવ-અછવમાં સમાઈ જાય છે.
પુણ્ય-પાપ આત્મસંબદ્ધ કર્મ પગલે છે. તેથી પુણ્ય-પાપને બંધમાં - અંતર્ગત કરીએ તે નવ તને સ્થાને સાત તર રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org