________________
પ્રકરણ ૩ જેન તર્કશાસ્ત્ર
(Jaina Logic) ૧. પ્રાસ્તાવિક Introductory)
- જૈન દર્શન બહુત્વવાદી વાસ્તવવાદ છે. તે મન અને તેનાથી સ્વતંત્ર સૃષ્ટિ વચ્ચેનો ભેદ સ્વીકારે છે. આ બે વચ્ચેના ભેદને સ્વીકાર તેને જ્ઞાન અને વાસ્તવિકતાની અનેકવિધતાના તાર્કિક નિષ્કર્ષ પ્રતિ લઈ જાય છે.
- તત્ત્વજ્ઞાનનું ધ્યેય વાસ્તવિકતાની સમજ છે. વાસ્તવિકતા અને સત્ય એક અને સરળ નથી, પરંતુ અત્યંત જટિલ અને અનેકાંત છે. તેથી આ હેતુ કેટલાંક સરળ નિરુપાધિક વિધાનની રચના દ્વારા માત્ર સિદ્ધ કરી શકાય નહીં. વાસ્તવિકતા જટિલ છે અને તેથી કેઈપણ એક સરળ-સાદું વિધાન તેના સ્વરૂપને સંપૂર્ણ રીતે વ્યક્ત કરી શકે નહીં. આથી જેન ચિંતકે વાસ્તવિકતાને લગતાં ભિન્ન ભિન્ન વિધાને સાથે “સ્યાત” શબ્દ લગાડે છે. ૨. સ્યાદ્વાદ અને અનેકાંતવાદ શબ્દની સમજુતી
સ્યાદ્વાદ, અનેકાંતવાદ, સાપેક્ષવાદ, કથંચિતવાદ-આ બધા પર્યાયવાચી શબ્દ છે.
ચા” શબ્દને સામાન્ય અર્થ પ્રશંસા, અસ્તિત્વ, વિવાદ, વિચાર, અનેકાંત, પ્રશ્ન વગેરે થાય છે. કેટલાક “સ્યાને અર્થ કદાચ, શાયદ એ કરે છે. પરંતુ, “સ્વાત’ શબ્દ દ્વારા આ કે આ કેઈ સંશયવાચક અર્થ અહીં અભિપ્રેત નથી. “સ્યાત” અવ્યય છે અને તે અનેકાંતને ઘાતક છે-અનેકાંત સૂચક છે. સંસ્કૃત ભાષામાં “ચાત' કે કથંચિત’ શબ્દને અર્થ “અમુક અપેક્ષાએ', અમુક દૃષ્ટિકોણથી” એવો થાય છે.
સ્યાદ્વાદ' શબ્દમાં “સ્યાત” અને “વાદ એમ બે શબ્દ છે. “સ્યાને અર્થે અપેક્ષા અને વાદને અર્થ કથન કરવું એવો થાય છે. આથી સ્યાદ્વાદને અર્થ અપેક્ષાએ કથન કરવું એ થાય છે. સ્માત’ શબ્દયુકત વસ્તુનું પ્રતિપાદન સમ્યગૂ * મુને મથનાગી, મન હમ છે બૌકિ તત્વ, માન-૧ પૃ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org