________________
જેન તવવિજ્ઞાન આનુભવિક દષ્ટિએ, જીવ ભક્તા છે અને અજીવ ભગ્ય છે. જીવ ચેતનયુક્ત છે, જ્યારે અજીવ ચેતનયુક્ત નથી.આમ, ચેતના અને ચેતના-અભાવ અનુક્રમે જીવ અને અજીવના સાચા માપદંડ છે. જે ચેતનયુક્ત દ્રવ્ય છે તે જીવે છે અને જે ચેતનવિહોણું દ્રવ્ય છે તે અજીવ છે.
(ક) છ અને વિભિન્ન દષ્ટિએ તેનાં વન કારણે:
અછવ” દ્રવ્ય હેઠળ, ગુગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એમ કુલ ૫ દ્રવ્યોને સમાવેશ થાય છે. આ પાંચ અને જીવ એમ મળીને કુલ ૬ દ્રવ્ય છે. આ છ દ્રવ્યના વિભિન્ન દૃષ્ટિએ વર્ગીકરણ કરવામાં આવે છે જે નીચે મુજબ છે : (૧) રૂપી-અરૂપી દ્રવ્ય
ભગવતીસૂત્રમાં દ્રવ્યનું દ્વિવિધ વર્ગીકરણ જોવા મળે છે: (૧) રૂપી અને (૨) અરૂપી. જ્ઞાનેન્દ્રિયથી સામાન્ય રીતે અનુભવી શકાય તે રૂપી છે અને ન અનુભવી શકાય તે અરૂપી છે. પુગલ ઈદ્રિયો દ્વારા જેઈ–જાણી શકાય છે તેથી તે રૂપી છે, જ્યારે પુદગલ સિવાયના શેષ દ્રવ્ય-જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને અદ્ધા સમય (કાળ) અરૂપી છે. સ્પર્શ–રસ–ગંધ-વર્ણયુક્ત હોય તે રૂપી છે. આ ૪ ગુણે સાથે જ હોય છે. પુગલમાં આ જ ગુણે છે અને તેથી તે રૂપી છે. પુદ્ગલ સિવાયના શેષ દ્રવ્યમાં આ ગુણને અભાવ છે અને તેથી તેઓ અરૂપી છે. (૨) ચિતન, ભૌતિક અને અચેતન-અભૌતિક દ્રવ્ય
“જેને ચેતના નથી પરંતુ જે સ્પર્શી શકાય છે, આસ્વાદી શકાય છે, જોઈ શકાય છે અને સૂંઘી શકાય છે તે અજીવ છે.” ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને અછવ'ની આપેલી આ વ્યાખ્યા માત્ર પુગલ (અજીવના એક પ્રકાર)ને જ લાગુ પડે છે, કારણ કે ઉપર દર્શાવ્યું તેમ તે જ માત્ર રૂપી દ્રવ્ય છે. અજીવ હેઠળ પુદ્ગલ ઉપરાંત ધર્મ, અધર્મ, આકાશ અને કાળને પણ સમાવેશ થાય છે.
જીવ ચેતનમય દ્રવ્ય છે. ચેતના તેનું વિશિષ્ટ લક્ષણ છે. માત્ર પુદગલ જ ભૌતિક-જડ દ્રવ્ય છે. તેનામાં ચેતના નથી.
જૈન દષ્ટિએ, અ-ચેતન ચેતનાવિહેણું) દ્રવ્ય અનિવાર્યપણે ભૌતિક (જડ) દ્રવ્ય (=પુદ્ગલ) નથી તેમ જ અ-ભોતિક દ્રવ્ય અનિવાર્યપણે ચેતનમય દ્રવ્ય (=વ) નથી. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ જ દ્રવ્ય અ–ચેતન અને અ-ભૌતિક બને છે. તેમનામાં ચેતના નથી પરંતુ તેઓ ભૌતિક પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org