________________
જેને તવવિજ્ઞાન
પ૭
૪. નારક (The Infernal state of Existence)
નરકવાસી જી નારક કે નારકીના નામે ઓળખાય છે. આ નરકમાં જન્મેલ જીવના અસ્તિત્વની સ્થિતિ છે. અહીં અતિશય તાપ, શીતળતા, સુધા-તૃષા, દર્દને લીધે સંતાપ થાય છે. ધૃણુ તેમનું સ્વાભાવિક લક્ષણ છે અને તે તેમને ખરાબ વિચારે પિષવા અને અન્યને દુ:ખ આપવા પ્રેરે છે.
નારકે પૃવી હેઠળના એકની નીચે એક એમ ૭ પ્રદેશમાં વસે છે. જેમ જીવ પૃથ્વીથી વધારે ઊંડા પ્રદેશમાં વસે છે તેમ તેને દેખાવ વધારે બિહામણે બને છે અને તેની યાતનાઓ પણ અસહ્ય બને છે. પ્રથમ ૩ નરકે ગરમ હોવાનું મનાય છે, ત્યારબાદના ૨ ગરમ-ઠંડા બંને અને છેલ્લા ૨ ઠંડા હોવાનું મનાય છે.
મનુષ્ય અને તિર્યંચે (પશુ, પંખી, મચ્છ, સાપ, નેળિયે વગેરે) મધ્યલકમાં વસે છે. દેવ ઊર્વકમાં વસે છે અને નારકી અધેલોકમાં. આમ, વિશ્વ ૩ ભાગમાં વિભક્ત છે. મધ્યલોકમાં અસંખ્ય દ્વીપે અને સમુદ્રો છે. જંબુદ્વીપ બધા પોમાં મુખ્ય છે. જબુદીપ સૂર્યમંડળના જેવો ગોળાકાર છે અને તેની વચ્ચેચ્ચે મેરુ પર્વત છે. લવણોદ મહાસાગર જબુદ્દીપની આસપાસ ઉછળે છે. મહાસાગર પણ અન્ય મહાદીપોથી ઘેરાયેલું છે. જંબુદ્વીપનાં ૭ ક્ષેત્રોમાંનું એક ભરતક્ષેત્ર છે.
સમાપન:
જીવની ઉપર વર્ણવેલ ૪ સ્થિતિઓ (તિર્યચ-માનવ-દેવ-નારક) નિમ્નતમ પ્રાણથી માંડીને પૂર્ણતાના સર્વોચ્ચ સપાન (જેમાં ચેતનાની શુદ્ધિ પુનઃ પ્રાપ્ત થાય છે તે-અને આ સામાન્ય માનવકક્ષાથી સ્પષ્ટપણે અત્યંત ઊંચું છે તે) પર્યત ચેતનાનું સાતત્ય દર્શાવે છે. ચેતનાના આવા જૈન સિદ્ધાંત પાછળ તર્ક એ છે કે કેઈપણ તબકે કઈપણ જીવ તિરસ્કારગ્ય કે દુર્લક્ષ કરવા ગ્ય નથી. માનવ-અસ્તિત્વની સ્થિતિ પૂર્ણતા પ્રત્યેને વચગાળાને તબક્કો છે એ મૂળભૂત સત્યનું પ્રાયઃ વિસ્મરણ થાય છે. પરિણામ એ આવે છે કે માનવને એટલું બધું મહત્ત્વ આપવામાં આવે છે કે માનવેતર છ પ્રતિ સંપૂર્ણ રીતે દુર્લક્ષ કરવામાં આવે છે. ચેતનાના સાતત્યના તર્કશાસ્ત્ર સાથે ચેતનાને જૈન સિદ્ધાંત જીવન માટેના આદર પર ભાર મૂકે છે.
દર્શનને અર્થ તત્ત્વને સાક્ષાત્કાર કે ઉપલબ્ધિ છે. આત્મા સર્વેમાં મુખ્ય તવ છે. “જે આત્માને જાણી લે છે તે સર્વને જાણી લે છે એમ એટલા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org