________________
૪
(v) કાણુ શરીર
આ આંતરિક સૂક્ષ્મ શરીર છે અને તે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિઓનું મૂળ છે. તે ૮ પ્રકારના કર્મા દ્વારા બને છે.
જૈનન
આમાંથી માત્ર પ્રથમ પ્રકાર ઈન્દ્રિયગ્રાહ્ય છે. અન્ય પ્રકારે સૂક્ષ્મ હોવાથી ઈન્દ્રિયગોચર નથી. પ્રત્યેક અનુગામી પ્રકાર તેના પુરગામી પ્રકાર કરતાં સૂક્ષ્મ છે. તૈજસ અને ફાર્માણ શરીરા માટે કાઈ ભૌતિક સ્વરૂપ અવરોધરૂપ નથી, તે લેાકાકાશમાં પેાતાની શક્તિ મુજબ કયાંય પણ જઈ શકે છે. આ બંને શરીરશ સસારી જીવ સાથે અનાદિ કાળથી સંબંધિત છે. જન્માંતર સમયે જીવ આ બે શરીર ધરાવે છે. સંસારી જીવ કાઈ પણ સમયે વધારેમાં વધારે ચાર પ્રકારનાં શરીરા ધરાવી શકે છે, કાઈ પણ સમયે પાંચે પાંચ શરીર ધરાવી શકતા નથી. ૩, ધર્મ (MEDIUM OF MOTION)
ધર્મ પણ એક અજીવ દ્રવ્ય-પ્રકાર છે. તે નિત્ય, સ્થિર અને અરૂપી છે. તે એક અને અખંડ છે. સમગ્ર લેક તેનું સ્થાન છે. તે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે. તે એક સ્થાનથી અન્ય સ્થાનમાં ગતિ કરવા શક્તિમાન નથી, તે ગતિના સિદ્ધાંત છે, ગતિનું માધ્યમ છે, ગતિનું સહાયક અને નિમિત્ત કારણ છે. તે સ્વયં ગતિશીલ નથી પણ સ્થિર છે. તે અચેતન અને અભૌતિક દ્રવ્ય છે
જીવ અને પુદ્ગલ ગતિ કરે છે. ગતિ એટલે એક સ્થાનથી અન્ય સ્થાનમાં જવાની પ્રક્રિયા. ગતિ માટે કાઈક માધ્યમની આવશ્યકતા છે અને આવું માધ્યમ ધદ્રવ્ય છે. તે વિશ્વના પદાર્થોની તિ માટે આવશ્યક અને અનિવાર્ય સ્થિતિ છે. અલબત્ત, તે પદાર્થોમાં ગતિ ઉત્પન્ન કરતું નથી, પર ંતુ તે જીવ અને પુદ્ગલની ગતિને આધાર આપવામાં સહાયભૂત થાય છે. જીવ અને પુદ્ગલમાં ગતિશીલ થવાનું સામર્થ્ય છે. પર ંતુ વિશ્વમાં ગતિનું માધ્યમ ધર્મ ન હોય તા તેએ ગતિ કરી શકે નહીં. ધર્મ'ના સ્વરૂપને રપષ્ટ કરવા જળ અને માલીના સાદૃશ્યના ઉપયોગ કરવામાં આવે છે, જેવી રીતે ગૃત કરવા શક્તિમાન માછલીની ગતિ માટે પાણીનું માધ્યમ આવશ્યક છે તેવી રીતે ગતિ કરવા શક્તિમાન જીવ અને પુદ્ગલની અંત માટે ધર્મોનુ માધ્યમ આવશ્યક છે. ધમ પદાર્થ ને ગાંતશીલ કરતું નથી. ગતિ તા પદાર્થોમાં જ છે, પરંતુ તે તેની ગતિમાં સહાયભૂત થાય છે. પદાર્થ માત્ર અવરાધ વિના તેમાં મા કરી શકે છે.
ધ‘અરૂપી' હોવાથી પુદ્ગલના ઇન્દ્રિયગમ્ય ગુણો તેનામાં નથી. અસ્તિત્વ તેનું સ્વરૂપ છે અને તેથી તે પરિણામ નથી. આનુભિવક દૃષ્ટિબિંદુથી તે અનંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org