________________
જૈનદર્શન (૩) અસ્તિકાય-અસ્તિકાય
દ્રવ્યના અસ્તિકાય અને અનતિકાય એવા બે વર્ગો પણ પાડવામાં આવે છે. “અસ્તિકાય” .બ્દ “અરિત' (અસ્તિત્વ હોવું) અને કાય' (=પ્રદેશ કે શરીર) એવા બે શબ્દોને બનેલો છે અને તેને અર્થ છે જેને અસ્તિત્વ છે અને પ્રદેશ (દેહ) છે તે. અસ્તિકાય એટલે વિસ્તારયુકત દ્રવ્ય. અલબત્ત, વિસ્તારને અર્થ અહીં ભૌતિક વિસ્તાર એવું થતું નથી.
વિસ્તાર અંગેને જેને ખ્યાલ અદ્વિતીય છે અને પશ્ચિમના વાસ્તવવાદી ખ્યાલ કરતાં ભિન્ન છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ “અસ્તિકાય છે. જૈન દષ્ટિએ, આ દ્રવ્યને અસ્તિત્વ છે-સત્તા છે તેથી તેઓ “અતિ (=વિદ્યમાન) કહેવાય છે અને આ દ્રવ્યોને અનેક પ્રદેશ (અવયવો) છે અને તેથી તેઓ “કાય (અનેક પ્રદેશના સમૂહ) કહેવાય છે. અસ્તિકાયને અર્થ પ્રદેશ–બહુત્વ છે. આ ક નિત્ય છે, અનાદિ છે, કદમાં સૂક્ષ્મ કે વિરાટ છે. અસ્તિકાય અવકાશ સાથે સંબંધિત અસ્તિત્વમાન વાસ્તવિકતા છે. ભૌતિક વસ્તુઓ અવકાશ સાથે સંબંધિત છે એ તદન સ્પષ્ટ છે.
પ્રદેશ એટલે પુગલના એક અવિભાજ્ય પરમાણુ દ્વારા આચ્છાદિત હોય એવો અવકાશ(દિફ)ને એક ભાગ. પુલને એક પરમાણુ જેટલું આકાશ (સ્થાન) રેકે છે તે પ્રદેશ' કહેવાય. આ એક પ્રદેશનું પરિમાણ છે. પ્રદેશ દિકનું સૂક્ષ્મતમ એકમ છે.
કાય” પ્રદેશયુક્ત વસ્તુને અપાયેલું શાસ્ત્રીય નામ છે.
આ રીતે, જે દ્રવ્યમાં અનેક પ્રદેશો હોય તે “અસ્તિકાય' કહેવાય છે. આ પ્રદેશમાં માત્ર પુગલના જ પરમાણુઓ નહીં પરંતુ અન્ય દ્રવ્યનાં તો પણ, સમાવિષ્ટ છે. આ રીતે, દરેક દ્રવ્યને પિતાના પ્રદેશ છે. જીવ, પુદ્ગલ, ધર્મ અને આકાશ એ બધાને અસંખ્ય પ્રદેશ છે અને તેથી તેઓ “અસ્તિકાય છે. તેમનામાં અવિભાજ્ય અંશને સમાવેશ થાય છે. બીજા શબ્દોમાં, આ બધા દ્રવ્યોનાં ત– અંશે અલગ પાડી શકાય તેવા નથી, પરંતુ તેઓ મિશ્રિત છે કે મિશ્રિત થઈ શકે તેવા છે. આ અનેક પ્રદેશયુક્ત દ્રવ્ય (અસ્તિકાય) અખંડ દ્રવ્ય નથી પણ તેમનામાં અનેક સ્વતંત્ર પ્રદેશ છે. .
કાળ (અદ્ધાસમય) અનતિકાય છે. તેને કોઈ પ્રદેશ નથી. તે જ માત્ર અખંડ દ્રવ્ય છે. તેનાં તઅંશે કદી સંજિત થતાં નથી અને પરિણામે તેનું પ્રત્યેક તત્ત્વ વિશિષ્ટ પ્રદેશ રોકે છે તેથી કાળ એકાકી પ્રદેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org