________________
જૈન તરવવિજ્ઞાન
(૧) વસ્તુ કે તત્ત્વને કેવળ અભેદાત્મક કહેવી ઉચિત નથી, કારણ કે કઈ પણ અભેદ ભેદ વિના પ્રાપ્ત થતી નથી. જ્યાં સુધી ભેદ કઈ પ્રમાણ દ્વારા મિશ્યા સાબિત ન થાય ત્યાં સુધી ભેદને મિથ્યા કે કલ્પનામાત્ર કહી શકાય નહીં. પ્રમાણને આધાર. અનુભવ છે અને અનુભવ ભેદને મિથ્થા સાબિત કરતા નથી.
(૨) એ જ પ્રમાણે, એકાંત ભેદને માનો પણ ઊંચત નથી, કારણકે જે દોષ. એકાંત અભેદમાં છે તે જ દેવ એકાંત ભેદમાં પણ છે.
(૩) ભેદ તેમજ અભેદને બે સ્વતંત્ર પદાર્થો માનવા પણ યોગ્ય નથી, કારણ કે. અલગ અલગ પ્રાપ્ત થતા નથી અને તેમને સંયેજિત કરનાર કે અન્ય પદાર્થ પણ મળતું નથી. તેમને જોડનાર પદાર્થ છે એમ માનીએ તોપણ દોષનું નિવારણ થતું નથી, કારણકે તેને જોડવા માટે એક અન્ય પદાર્થની આવશ્યકતા રહેશે અને આ રીતે અનવસ્થા દોષ ઉદભવે છે.
આ પરિસ્થિતિમાં વસ્તુ સ્વયં જ ભેદભેદાત્મક છે એમ કહેવું જ સર્વથા ગ્ય છે. વસ્તુ સ્વયં જ સામાન્ય અને વિશેષ છે, ભિન્ન અને અભિન્ન છે, એક અને અનેક છે, નિત્ય અને ક્ષણિક છે. એરિસ્ટોટલની માન્યતા પણ આ જ પ્રકારની છે. તેના મતે, પદાર્થ સામાન્ય અને વિશેષ બને છે. કોઈપણ સામાન્ય વિશેષ વિના અને કોઈપણ વિશેષ સામાન્ય વિના પ્રાપ્ત થતું નથી. દ્રવ્ય સામાન્ય અને વિશેષ બંનેને સમન્વય છે. કોઈપણ વસ્તુ આ બંને સ્વરૂપ વિના પ્રાપ્ત થઈ શકતી નથી. જૈનદર્શનપ્રણિત ભેદભેદવાદ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને ગ્રહણ કરે છે. આ ભેદભેદદ્રષ્ટિ અનેકાંતદષ્ટિનું એક રીતે કારણ છે. બે પરસ્પર વિરોધી ગુણને એક જ પદાર્થમાં એકી સાથે માનવા એ ભેદભેદવાદને અર્થ છે. ભેદ અને અભેદની એકત્રિત સ્થિતિ વસ્તુના સ્વરૂપને નાશ કરતી નથી, કે તેને વાસ્તવિક સ્વરૂપમાં પ્રકટ કરે છે. ભેદ અને અભેદના સંબંધમાં પણ સ્યાદ્વાદને જ પ્રયોગ કરવો જોઈએ. ભેદ અને અભેદ સ્વાત-કથંચિત ભિન્ન છે અને સ્વાત -કથંચિત અભિન્ન છે. જૈન દર્શન વાસ્તવિક્તાની સમજ અર્થે ભેદ તેમજ અભેદ બંનેને સમાન રીતે મહત્વપૂર્ણ માનીને તત્ત્વના સિદ્ધાંતના સંદર્ભમાં બંને આત્યંતિક સ્થિતિએ વર્જે છે. આ વિભિન્ન તાત્ત્વિક સિદ્ધાતોનું ઉપરોક્ત અવલોકન એ હકીકત સ્પષ્ટપણે દર્શાવે છે કે વાસ્તવિકતાને શુદ્ધ અદ્વૈત-અન્ય સાથે કે કેવળ ભેદ સાથે એકરૂપ કરી શકાય નહીં. જૈન દર્શન આવી નિશ્ચિત સ્થિતિઓ વજે છે. તેના મતે, વાસ્તવિકતા એટલી જટિલ છે કે ચોક્કસપણે તેના સ્વરૂપને દર્શાવવું મુશ્કેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org