________________
જૈન તત્ત્વવિજ્ઞાન
ન્યાય—કૌશષિક વગેરે બૌદિક પર પરાએ સત્તા-વાસ્તવિક્તા-ને ફૂટસ્થ નિત્ય માને છે. આ પરંપરા મુજબ વાસ્તવિકતા હંમેશાં એકરૂપ છે, તેમાં જરા પણ પરિવર્તનની સ ંભાવના નથી. જે પરિવર્તન પામે છે તે વાસ્તવિક હોઈ શકે નહીં. તેમના મતે, સત્તાવાસ્તવિકતા સામાન્ય' નામક એક ભિન્ન પદાર્થ છે જે હંમેશાં એક રૂપ રહે છે, કૂટસ્થ નિત્ય છે, અપરિવર્તનશીલ છે.
દ્વૈતવાદ સ્વતંત્ર અને પરતંત્ર એવા વિભાગામાં પદાર્થોનું વિભાજન કરે છે તે પરથી તે ભેદના સિદ્ધાંત પર ભાર મૂકે છે એ તદ્દન સ્પષ્ટ છે. ઈશ્વર એક માત્ર. સ્વતંત્ર વ્ય છે, જ્યારે જીવાત્મા અને ભૌતિક સૃષ્ટિ ઈશ્વર પર આધારિત છે. દ્વૈતવાદ મુજબ, જીવાત્મા (અને સૃષ્ટિ) ઈશ્વરથી ભિન્ન છે. જીવાત્મા અને ઈશ્વર વચ્ચેના મૂળભૂત ભેદની સ્થિતિની સમજ મેાક્ષપ્રાપ્તિ માટેની પ્રાથમિક આવશ્યક્તા છે. આત્માં તે (બ્રહ્મન) નથી અને ‘તત્ત્વમસિ'એ મહાવાકય જીવાત્મા અને પરમાત્મા વચ્ચેના ભેદ મુખ્યત્વે સૂચવે છે. અહીં ભેદ મુખ્ય છે અને ભેદ અભેદને મહત્તા. પ્રદાન કરે છે.
સાંખ્યદર્શનમાં પુરુષ અને પ્રકૃતિ વચ્ચેના દ્વૈતવાદ જોવા મળે છે. પુરુષ અને પ્રકૃતિ વાસ્તવિક્તાનાં બે મહત્ત્વપૂર્ણ પર ંતુ સ્વત ંત્ર પાસાં છે. પ્રકૃતિ ગતિશીલ પરંતુ અચેતન (જડ) સિદ્ધાંત છે, જ્યારે પુરુષ સ્થિર પર ંતુ ચેતનમય સિદ્ધાંત છે. પ્રકૃતિ સર્વ પરિવર્તન માટે જવાબદાર છે. પ્રકૃતિ ત્રિગુણાત્મક (સત્ત્વ-રજસ્–તમસ ) છે અને પરિવર્તન આ ત્રણ ગુણાના વિભિન્ન પ્રકારનાં સંયોજનાને આભારી છે. વિાંભન પદાર્થોની ઉત્ક્રાંતિ અને તેમના વિલય પરિવર્તનની વાસ્તવિકતા દર્શાવે છે. આ રીતે પરિવર્તન આ દનમાં વાસ્તવિક છે. પરિવર્તનના પ્રત્યય ભેદના ખ્યાલ સૂચવે છે. આને સાંખ્ય દર્શનના સત્કાર્ય વાદના સિદ્ધાંતના સ ંદર્ભમાં સમજી શકાય. આ સિદ્ધાંત મુજબ, પરિણામ કારણથી સંપૂર્ણત: ભિન્ન નથી; તે પ્રાર ંભથી જ કારણમાં નિહિત છે. કારણ અને પરિણામ વચ્ચેના ભેદ એ છે કે પરિણામ કારણની વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા (સંસ્થાનભેદ) છે. કારણ અને પરિણામ વચ્ચે તેવા મળતું તાદાત્મ્ય-અભેદનાં તત્ત્વને આ દર્શીનમાં એટલુ બધુ મહત્ત્વ અપાય છે કે ભેદનું મહત્ત્વ ઘટી જાય છે.
▾
૪૩
૪, ભેદ-વિશિષ્ટ અભેદ :
શંકરના અદ્વૈત વેદાંતમાં ભેદના લાપ થાય છે, જ્યારે રામાનુજના વિશિષ્ટાદંતમાં ભેદને મનની કલ્પનામાત્ર અને તેથી ભ્રામક ન માનીને બ્રહ્મન સાથે સંગઢ઼િત કરવામાં આવે છે. બ્રહ્મન્ અદ્વૈત નથી, પરંતુ જટિલ સમગ્ર છે અને તેમાં ભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org