________________
પૂલ ભૂમિકા
વિભાજન થયું. બંને સંપ્રદાયે વચ્ચે સામાન્ય તત્ત્વજ્ઞાનના સંબધમાના મતભેદો મૂળભૂત સ્વરૂપના નથી અને બ ંને તેના હાર્દને વ્યક્ત કરે છે. બંને શાખાએ ઉમાસ્વાતિ રચિત . તત્ત્વાર્થાધિગમસૂત્રને અત્યંત પ્રમાણભૂત ગ્રંથ માને છે. શ્વેતાંબર સંપ્રદાય પ્રમાણમાં ઉદારમતવાદી છે, જ્યારે દિગબર સ ંપ્રદાય ઢચુસ્ત છે. શ્વેતખરના શ્વેત વસ્ત્રો તેની શુદ્ધ-પવિત્રતાનો અર્થ સૂચવે છે. શ્વેતાંબરનું ઉદારમતવાદી દૃષ્ટિબિંદુ સ્વયં સ્પષ્ટ છે. તેઓ જૈન પરંપરાના હાર્દને છેડવા સિવાય સમાજમાં પ્રચલિત નીતિરીતિ અને વર્તનવ્યવહારના ધોરણ માટે ગંભીર નિસ્બત વ્યક્ત કરે છે. શ્વેતાંબર–દિશ ખર શાખાએના ઉદ્ભવ પરત્વે ભિન્નભિન્ન મંતવ્ય પ્રવર્તે છે. આ વિભાજન ઈ. સ. ૮૩ (બીન્ન મતે ઈ.સ. ૧૪૨)માં થયુ હોવાનુ મનાય છે.
(અ) શ્વેતાંબર માન્યતા મુજબ દિગંબર પંથના ઉદ્દભવ :
શ્વેતાંબર ત્ર થામાં દિગંબર પંથની ઉત્પત્તિના સંબધમાં એક રસપ્રદ દંતકથા જોવા મળે છે. ઈ.સ. પછીના સૈકામાં રથવીરપુરમાં શિવભૂતિ નામે એક ક્ષત્રિય હતા. તેણે રાજા માટે અનેક યુદ્દોમાં વિજય પ્રાપ્ત કરતાં તે રાજાએ તેનુ ખૂબ સન્માન કર્યું. આ સન્માનથી ઉન્મત બની અહીંતહીં ખૂબ ભટકી તે રાત્રે ખૂબ મેાડેથી ઘેર પાછો ફર્યો ત્યારે તેની પત્નીએ ધરનાં દ્વાર ન ખાલ્યાં અને જ્યાં દ્વારા ખુલ્લાં હોય ત્યાં તેને જવા જણાવ્યું. આ કૃષ્ણ નામના જૈનસૂરિના ઉપાશ્રયનાં દ્વાર ખુલ્લાં જોતાં તેણે તેમાં પ્રવેશ કર્યો અને તેની જાણ થતાં તે સાધુ થઈ ગયો. રાજાએ શિવતિને એક કીમતી શાલ (કામળી) આપી હતી જે તેને ખૂબ ગમી હતી. સાધુ માટે આવી આક્તિ અયોગ્ય માની તે પરત કરવાની ગુરુઆજ્ઞાનું પાલન ન થતાં ગુરુએ તેને સુધારવાના શુભાશયથી તેની ગેરહાજરીમાં તેની કામળી કુંડાવી નાખી. શિવભૂતિ ઉપાશ્રયમાં આવ્યો ત્યારે તેને પેાતાની આસક્તિ માટે ગુસ્સા આવતાં તેણે તે જ ક્ષણે પેાતાનાં શરીર પરના સર્વ વસ્ત્રોના ત્યાગ કર્યો અને જાહેર કર્યું કે મહાવીરની જેમ જ તે કાઈપણ જાતનાં વસ્ત્રો પહેરશે નહીં. શિવભૂતિને આ પ્રમાણે કરતા જોઈ તેની બહેન ઉત્તરાએ પણ તેનુ અનુકરણ કરવા ધાયું, પર ંતુ શિવભૂતિએ તેને તેમ કરતાં અટકાવી. આ રીતે મહાવીરના નિર્વાણુ આદ ૬૯ વર્ષે દિગંબર પંથની શરૂઆત થઈ એમ માનવામાં આવે છે. આ મતે સ્ત્રીએ નિર્વાણ પ્રાપ્ત કરી શકતી નથી.
Jain Education International
૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org