________________
પૂર્વભૂમિકા
૨. ઉમાસ્વાતિ :
વેતાંબર અને દિગંબર એમ બંનેને માન્ય એવા આચાર્ય ઉમાસ્વાતિએ “તત્વાર્થસૂત્ર” નામક પ્રખ્યાત ગ્રંથ તેના પરના ભાષ્ય સાથે સંસ્કૃતમાં રચે છે. તેમાં જૈન દર્શન અને જન આચારનું સંક્ષિપ્ત નિરુપણ છે. તદુપરાંત તે ભૂગોળ, ખગળ આત્મવિદ્યા, પદાર્થવિજ્ઞાન, કર્મશાસ્ત્ર વગેરે વિષયને સંક્ષિપ્ત કાશ છે.
૩. સિદ્ધસેન દિવાકર અને અન્ય ચાર પ્રસિદ્ધ આચાર્યો:
પાંચમી-છઠ્ઠી સદીમાં પાંચ પ્રસિદ્ધ આચાર્યોમાંના એક સિદ્ધસેન દિવાકર છે. અન્યનાં નામે આ પ્રમાણે છેઃ સમતભદ્ર, મલવાદી, સિંહગણિ અને પાત્રકેશરી. આ જૈનાચાર્યોએ મહાવીરના સમયના અનેકાંતવાદને સુનિશ્ચિત રૂપ આપ્યું. સિદ્ધસેને પ્રાકૃત ભાષામાં લખેલા સન્મતિ તર્કમાં નવાદનું સુંદર વિવેચન છે.
સમતભદ્ર “સ્વયંભૂ સ્તોત્રમાં ૨૪ તીર્થકરોની સ્તુતિ કરતાં કરતાં દાર્શનિક તત્ત્વનું સુંદર અને અદ્ભૂત નિરુપણ કર્યું છે. તેમની આપ્તમીમાંસા તાત્ત્વિક દૃષ્ટિએ શ્રેષ્ઠ કૃતિ છે. મલવાદીને સુપ્રસિદ્ધ અને શ્રેષ્ઠ ગ્રંથ “નય ચક્ર છે. સિંહગણિએ નય ચક્ર પર ૧૮૦૦૦ શ્લેક પ્રમાણુની એક ટીકા લખેલ છે. પાત્રકેશરીએ ત્રિલક્ષણકદર્થન નામક પ્રમાણુશાસ્ત્ર પર એક ગ્રંથ લખેલ છે.
૪. દેવગિણિ ક્ષમાશ્રમણ :
શ્રી દેવર્ધિગણુ ક્ષમાશ્રમણે વર્ષોવર્ષ પડતા લાંબા દુકાળને લીધે સાધુઓની સ્મૃતિમાંથી લુપ્ત થતા જ્ઞાનની ભાવિ પ્રજા માટેની જાળવણી અર્થે વિ. સં. ૫૧૦માં શ્રી સંધના આગ્રહથી તે સમયના સાધુઓને વલ્લભીપુર-વળા-માં એકત્રિત કરી તેમને કંઠસ્થ એવું સઘળું સાહિત્ય એકઠું કર્યું અને તેમને ગ્રંથસ્થ કર્યું.
૫. કુંદકુંદાચાર્ય :
દિગંબર સંપ્રદાયના કુંદકુંદાચાર્યના “સમયસાર, “પંચાસ્તિકાયસાર', પ્રવચનસાર' નામના ગ્રંથ સુપ્રસિદ્ધ છે. તેઓ પાંચમી-છઠ્ઠી સદીમાં થયો હોવાનું માનવામાં આવે છે.
૬. હરિભદ્રસૂરિ :
હરિભદ્રસૂરિએ સંસ્કૃત અને પ્રાકૃતમાં અનેક ગ્રંથની રચના કરી છે. બેડશક, અષ્ટક, ગબિન્દુ વગેરે તેમના મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org