________________
જૈન ન
હંમેશાં ત્યાં વસે છે. તેઓ જીવન-મૃત્યુના ફેરા(સોંસર)માંથી અલિપ્ત-મુક્ત થયા હોય છે અને તેથી તેના પર કાઈ પ્રભાવ પડતા નથી તેથી સર્વોપરી -શાસક-સ ક–નિય તા—નાં કાર્યોનુ આરાપણ તેમનામાં શકય નથી. સ ંસારમાં રહેલા છત્રેાને શાશ્વત દેવા માની શકાય નહીં. આ અશ્ર્વમાં ઈશ્વરના દરજ્જા કરતાં તીર્થંકર-પ૬ વધુ ઇચ્છનીય છે. તીર્થંકરપદ–પ્રાપ્તિ જીવનનુ પરમ લક્ષ્ય છે અને તીર્થંકર માનવતા સમક્ષ એવુ ઝળહળતું ઉદાહરણ છે કે જે તેને ખાતરી આપે છે કે આધ્યાત્મિક પૂર્ણતા વાસ્તવમાં પ્રાપ્ય છે અને તે માત્ર ચિંતનાત્મક મૂલ્ય માત્ર નથી. આ રીતે, જૈન નિરીશ્વરવાદ તાત્ત્વિક ચિંતનની ફળશ્રુતિરૂપ છે અને તેથી તે સરળ નિરીશ્વરવાદ (જે તાત્ત્વિક ચિંતન વિના, દૃષ્ટિગાચર ન થાય તેનો ઇન્કાર કરે છે તે) કરતાં ભિન્ન છે. ઇશ્વરના અસ્તિત્વ માટેની તૈયાયિકાની સાબિતીઓનુ` ખંડન :
30
જૈન તત્ત્વજ્ઞાનૈયાચકેાની ઇશ્વરના આંતત્ત્વ માટેની સાબિતીઓનુ ખંડન કરે છે, તેથી આપણે અહીં તેના નિર્દેશ કરીશું. નૈયાયિકાના મતે, પરિણામ તરીકે સૃષ્ટિ બુદ્ધિશાળી કારણ સૂચવે છે અને તે ઈશ્વર છે.
જૈન તત્ત્વના દર્શાવે છે કે સામાન્ય પરિણામનું કારણ બુદ્ધિશાળી માનવી હોય છે એ સાદૃશ્યને આધારે દલીલ કરીએ કે સૃષ્ટિ(પરિણામ)ને તેના કારણ તરીકે ઈશ્વર છે તે! આપણે એમ માનવું જોઈએ કે માનવીની જેમ ઈશ્વર પણ અપૂર્ણ છે. બીજી બાજુએ એ કાર્ય-કારણ પ્રકારેણ વચ્ચેનું સામ્ય નોંધપાત્ર નથી એમ કહેવામાં આવે તે ઐયિકા તેમણે તારવેલ નિષ્કનું સમર્થન કરી શકે નહીં. પાણીની વરાળ ધુમાડા સમાન છે, તેથી ધુમાડાની જેમ પાણીની વરાળ પરથી અગ્નિનુ અનુમાન કરવુ યોગ્ય નથી. પરિણામ તરીકે સૃષ્ટિ અન્ય પરિણામેા કરતાં ભિન્ન છે (અને તેથી ભિન્ન પ્રકારના કારણનું સમર્થન કરી શકાય) એવા ત્રીજો વિકલ્પ જૈન તત્ત્વજ્ઞ સ્વીકારતા નથી, તેના મતે ક્રમક રીતે નાશ પામતાં ઘર જેવાં સામાન્ય પરિણામ અને સૃષ્ટિ-સર્જન સબંધી કારણ વિશે અત્યંત મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે કારણુ અદૃષ્ટ છે અને તેથી આપણે એ પણ સ્વીકારવુ જોઈએ કે બુદ્ધિશાળી વ્યક્તિએ દ્વારા જ વિનાશ પણ ઉદ્ભવે છે.
સામાન્ય સજના સાદસ્યના આધારે આગળ વધતાં, જૈન તત્ત્વજ્ઞ શ્ર્લીલ ફરે છે કે સૃષ્ટિના કારણ તરીકે ઈશ્વરને શરીર હાવુ જોઈએ. આપણે કાઈપણ બુદ્ધિશાળી સજ્જ ને શરીરવિહોણા જોયેલ નથી અને તેથી જૈન મતે, સૃષ્ટિના સર્જકના કિસ્સામાં પણ આથી ભિન્ન હોવુ જોઈએ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org