________________
જૈનદ ન
૪. દ્રવ્ય વિશિષ્ટ કાર્ય કરે છે. આ સામાન્ય દૃષ્ટિબિંદુ મુજબ છે અને વિશિષ્ટ દ્રવ્ય માટે સાચું છે.
૩૮
(૬) તત્ત્વના સિદ્ધાંતના સંબંધમાં વિધ્ધ અને તાદાત્મ્ય : (Identity and Difference in regard to the Theory of Being) :
જૈન દર્શન વાસ્તવિક્તાના સ્વરૂપના સંદર્ભમાં ન તા અદ્વૈત-એકજ-તાદાત્મ્ય પર ભાર મૂકે છે, ન તા ભેદ–અનેકતા-વૈવિધ્ય પર. આ રીતે, આત્યંતિક વલણથી દૂર રહે છે. તે તાદાત્મ્ય કે ભિન્નતા એ બેમાંથી કાઈ પણ એકને વાસ્તવિકતાની સમજ માટે વધારે મહત્ત્વપૂર્ણ માનવાને બદલે બંનેને સમાન રીતે મહત્ત્વપૂર્ણ માને છે. આપણા અનુભવ દર્શાવે છે કે કાઈ પણ પદાર્થ સંપૂર્ણ રીતે સમાન રહેતા નથી તેમજ પરિવતના ભેદી પણ સંપૂર્ણ પણે વેરવિખેર હાતા નથી. સર્વ પરિવર્તન પામતાં પર્યાય કે ભેદની વચ્ચે પણ તાદાત્મ્ય-એકચ ારી રહે છે. તાદાત્મ્ય અને પરિવર્તનશીલતા બંને પ્રત્યક્ષીકૃત હકીકતા છે અને એમાંથી કાઈપણની વાસ્તવિકતા અંગે શંકા કરવાનુ કાઈ કારણ નથી. પ્રત્યેક તત્ત્વ પરિવર્તનને આધીન છે અને તેની કારકીર્દિ દરમ્યાન તેનું અકચ-તાદાત્મ્ય જાળવી રાખે છે. તટસ્થ અભ્યાસ દર્શાવે છે કે વાસ્તવિકતા એ તાદાત્મ્ય અને ભેદી, શાશ્વતતા અને પરિવર્તન, એકતા અને અનેકતા, વર્ણનાત્મકતા અને વર્ણનાતીતતા જેવા દ્રોના સમન્વય છે. તે ભિન્નતામાં એકચ છે. તે ગતિશીલ (dynamic) છે, એવુ એકય છે જે પરિવર્તન પામે છે. તે અનેકતામાં એકતા, ભિન્નતામાં તાદાત્મ્ય છે. પરિવર્તન છતાંય શાશ્વતતા એ અસ્તિત્ત્વના અધિકાર છે. વાસ્તવિકતા ન તા સંપૂર્ણતઃ સાર્વત્રિકતા છે, ન તો વિશિષ્ટતા પર ંતુ તે બંનેનો સમન્વય છે. આ બંને તેના ઓળખી શકાય તેવાં લક્ષણ છે અને વાસ્તવિકતા અને સાથે તાદા મ્યતામાં અને બનેથી ભિન્ન એકીસાથે છે.
વાસ્તવિકતા સત્તા' છે. તાદાત્મ્ય અને ભેદ તેના હાર્દમાં છે, તેએ અસ્તિત્વથી ભિન્ન નથી. તેએ અસ્તિત્વ સ્વરૂપે છે અથવા અસ્તિત્વ, તેના સ્વરૂપે છે. આ અસ્તિત્વ સત્ છે. આ સત્ દ્રવ્ય' કહેવાય છે. આ દ્રવ્ય તત્ત્વ' તરીકે પણ ઓળખાય છે જે વાસ્તવિકતા તરીકે વર્ણવાય છે. વાસ્તવિકતાના આ પ્રકાર તત્ત્વાર્થ' કે પદાર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org