________________
જૈન તત્વવિજ્ઞાન ન તે ભાવિમાં ત્યજે છે તે ધ્રુવ-શાશ્વત-નિત્ય છે.” દ્રવ્ય નૂતન સ્વરૂપોના ગ્રહણ અને જૂના સ્વરૂપને ત્યાગ કરવાના ગાળા દરમ્યાન તેનું સ્વત્વ (essence) ત્યજતું નથી. તેના ઉદભવ અને વિનાશ બંનેમાં તે જેવું છે તેવું જ રહે છે. તેનું સ્વરૂપ અપરિવર્તનશીલ રહે છે. આ પરિવર્તનશીલ સ્વરૂપ ધૃવત્વ કહેવાય છે. જેનો ત્યાગ થાય છે તે “પરિવર્તન” છે અને જેને ત્યાગ થતો નથી તે ધ્રુવ (સ્થિરનિત્ય-શાશ્વત) છે. શાશ્વતતાને ખ્યાલ ત્યાગ અને ત્યાગ–અભાવ દ્વારા સ્પષ્ટપણે સમજી શકાય છે. પર્યાયે ક્ષણભંગુર છે, કારણ કે દ્રવ્ય તેમને ત્યાગ કરે છે. મુખ્ય માપદંડ નિત્ય છે, કારણ કે તે અપરિવર્તનશીલ રહે છે. કોઈપણ દ્રવ્યને સંપૂર્ણતઃ નાશ કરી શકાય નહીં. કઈ પણ વસ્તુ સંપૂર્ણ રીતે નિત્ય-શાશ્વત નથી.
- વાસ્તવિકતાનું સ્વરૂપ શાશ્વત તેમજ અશાશ્વત બને છે. દ્રવ્ય સમાન રહે છે, પરંતુ તેની સ્થિતિ હંમેશાં પરિવર્તન પામે છે–તેના પર્યાય પરિવર્તન પામે છે. પરંતુ મુખ્ય લક્ષણ (દ્રવ્ય) અપરિવર્તનશીલ રહે છે. કુંદકુંદાચાર્ય પણ તેમના પંચાસ્તિકાય’માં વાસ્તવિકતાની આવી જ વ્યાખ્યા કરે છે.
(૫) દ્રવ્યને નિહાળવાનાં ચાર જુદાં જુદાં દષ્ટિબિંદુઓ: (Four different Stand-points of Looking at substance) :
કેઈપણ દ્રવ્યને ચાર જુદી જુદી રીતે નિહાળી શકાય અને તેથી તેની વ્યાખ્યા આ ચાર દૃષ્ટિબિંદુથી કહી શકાય. આ માત્ર વિચારમાં જ શકય છે, મૂર્તિમંત હકીકતમાં નહીં. (૧) દ્રવ્ય એ છે કે જેમાં દિફ-કાળના તફાવતો અને પર્યાય એકીસાથે અંતર્ગત
હોય છે. આ વ્યાખ્યા દ્રવ્યર્થિક નયની દૃષ્ટિએ (પદાર્થના શાશ્વત સ્વરૂપના
દષ્ટિબિંદુથી) છે. (૨) દ્રવ્ય ગુણે અને પર્યાનો વિષય છે. આ વ્યાખ્યા પર્યાયાર્થિક નય (પદાર્થની
સ્થિતિના દષ્ટિબિંદુ)થી છે, અર્થાત તેના પરિવર્તનશીલ સ્વરૂપ કે રૂપાંતરના દષ્ટિબિંદુથી છે. ગુણ પદાર્થ સાથે રહે છે અને શાશ્વત છે, પર્યાયે એકમેકને અનુસરે છે, પરંતુ હંમેશાં સમાન રૂપના નથી. તે કદી સ્વરૂપવિહોણું
નથી, સ્વરૂપ સ્થિર ગુણ છે. ૩. દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. ઉપરોક્ત બે દષ્ટિબિંદુઓને એકીસાથે
લેતાં આ વ્યાખ્યા મળે છે. અસ્તિત્વના નવા પર્યાયના ઉભવ સાથે અસ્તિત્વના જૂના પર્યાયને નાશ થાય છે; જ્યારે દ્રવ્ય કાયમી રહે છે. દ્રવ્ય ન તે નાશ પામે છે કે ન તો ઉદ્દભવ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org