________________
પૂર્વભૂમિકા
૨. આરપ્રત્યાખ્યાન ઃ આ જ્ઞાનીઓના અંત સમયમાં અભિગ્રહ પચ્ચખાણ
કરવાના અધિકાર સાથે સંબંધિત છે અને આ મૃત્યુ સાથે સંબંધિત હોવાથી
અંતકાળ પ્રકીર્ણ પણ કહેવાય છે. આને બૃહદાતુર પ્રત્યાખ્યાન પણ કહે છે. ૩. મહાપ્રત્યાખ્યાન ઃ આમાં પ્રત્યાખ્યાન અર્થાત ત્યાગનું વિસ્તૃત વ્યાખ્યાન
છે, આરાધનાનો અધિકાર એટલે પ્રાયશ્ચિતના સ્વરૂપનું વર્ણન છે. ૪. ભક્તપરિજ્ઞા : આમાં જ્ઞાનીઓના અંત સમયમાં આહાર-પાણ ત્યાગ કરવા
સંબંધી અભિગ્રહ છે. ૧. તદુલચારિક ઃ આ સૂત્રમાં ગર્ભનું સવિસ્તર વર્ણન છે. ગ્રંથના અંત
ભાગમાં નારી જાતિના સંબંધમાં એકપક્ષીય વિચાર વ્યકત કરવામાં આવ્યા છે. ૧૦૦ વર્ષની વયની વ્યક્તિ દેટલા તંદુલ (ચોખા) ખાય છે તેને અહીં સંખ્યાપૂર્વક વિશેષ વિચાર કરવામાં આવ્યું છે તેના પરથી આ સૂત્રનું નામ
પડયું છે. ૬. સંતારક : આમાં અંતસમયે અનશન(ભોજનને સર્વથા ત્યાગ)પૂર્વક
સંથારે કરી મૃત્યુ પામવા સંબંધી તેમજ અનશનપૂર્વક આત્મકલ્યાણ
સાધનારાઓનું વર્ણન છે. ૭. ગચ્છાચાર : આમાં ગ૭ અર્થાત સમૂહમાં રહેનાર સાધુ – સાધ્વીઓના
આચારનું વર્ણન છે. આ પ્રકીર્ણ મહાનિશીથ, ૩૯૫ અને વ્યવહારને
આધારે બનાવવામાં આવેલ છે. ૮. ગણિવિદ્યા ઃ આ ગણિતવિદ્યા અર્થાત જ્યોતિષવિદ્યા સંબંધી ગ્રંથ છે.
આમાં નવ વિષયેનું વિવેચન છેઃ ૧. દિવસ, ૨. તિથિ, ૩. નક્ષત્ર, ૪. કરણ, ૫. ગ્રહદિવસ, ૬. મુહૂર્ત, ૭. શુકન, ૮. લગ્ન, અને ૯. નિમિત્ત.
દેવે રતવ : આમાં ૩૨ દેવોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. ૧૦. મરણ સમાધિ : આમાં અંતસમયે શાંતિપૂર્વક મરણ થવું જોઈએ એ
અંગેનું વર્ણન છે.
ઉપરોક્ત ૪૫ આગમ ગ્રંથે એક જ સમયે રચાયેલા નથી. ગણધરેએ -ખાસ કરીને સુધમ સ્વામીએ મહાવીરના શ્રવણ કરેલા ઉપદેશને આધારે શબ્દબદ્ધ કરેલા “અંગ” જેન ધાર્મિક-સાહિત્યમાં પ્રાચીનતમ ગણાય છે, પરંતુ તે સંપૂર્ણ નથી, કારણ કે ૧૨મું અંગ દાવાદ નામનું લુપ્ત થઈ ગયું છે. એમ કહેવાય છે કે મહાવીર ભગવાનને ગણુધરાએ તેમના ઉપદેશને સર્વ પ્રથમ ૧૪ પૂર્વેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org