________________
જેનદર્શન
(ક) ૬ છેદસૂત્રો :
છેદનો અર્થ છે ન્યૂનતા કે કમી. કેઈ સાધુના આચારમાં અમુક પ્રકારનો દોષ લાગતાં તેના પ્રમાણપર્યાય (સાધુ જીવનના સમયની ગણના)માં વરિષ્ઠતાની દષ્ટિથી કેઈક ઘટાડો–કમી કરવામાં આવે છે. આ પ્રકારના પ્રાયશ્ચિતને છેદપ્રાયશ્ચિત કહેવાય છે. સંભવતઃ આ પ્રાયશ્ચિત્તના વિધાન કરવાને લીધે અમુક સને છેદસૂત્રો કહેવામાં આવે છે. હાલમાં ઉપલબ્ધ છેદસૂત્ર છેદ-પ્રાયશ્ચિતના જ નહીં પરંતુ અન્ય પ્રાયશ્ચિત અને વિષયોનું પણ પ્રતિપાદન કરે છે. નીચેના છ ગ્રંથો છેદ સૂત્ર કહેવાય છે: (૧) દશાશ્રુતસ્કંધ, (૨) બૃહત્ક૯૫, (૩) વ્યવહાર, (૪) નિશીથ, (૫) મહાનિશીથ, અને (૬) છતકલ્પ. છેદસૂત્રમાં શ્રમણચાર સંબંધિત પ્રત્યેક વિષયનું વર્ણન છે. આ વર્ણન ઉત્સર્ગ, અપવાદ, દેશ અને પ્રાયશ્ચિત સાથે સંબંધિત છે. આવું વર્ણન અંગ વગેરે સૂત્રોમાં મળતું નથી. આ દષ્ટિએ છેદસૂત્રો જેન આચાર-સાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રથમ ત્રણ છેદસૂત્ર આચાર્ય ભદ્રબાહુની કૃતિઓ છે.
(s) ૨ ચૂલિકાસૂત્ર :
ચૂલિકાઓ વિષયોના સ્પષ્ટીકરણ માટે છે, આગમો માટે પરિશિષ્ટનું કામ કરે છે અને તેમના અધ્યયન માટે ભૂમિકાનું કામ પણ કરે છે. તેની સંખ્યા બે છે. ૧. નંદિસૂત્રઃ મતિ-બુત-અવધિ-મન:પર્યાય અને કેવળજ્ઞાન એ પાંચ પ્રકારના
જ્ઞાનનું આમાં વિવેચન છે. ૨. અનુ યોગદ્વાર તેમાં પ્રાયઃ આગમોના સર્વ મૂળભૂત સિદ્ધાંતોની સમજ
તેમજ વિશિષ્ટ પારિભાષિક શબ્દોનું સ્પષ્ટીકરણ છે. તેનું જ્ઞાન આગમોના અભ્યાસ માટે અનિવાર્ય બની રહે છે.
(ઈ) ૧૦ પ્રકીર્ણ સૂત્રો :
પ્રકીર્ણ એટલે વિવિધ. ભગવાન મહાવીરના તીર્થમાં પ્રકીર્ણોની સંખ્યા ૧૪,૦૦૦ માનવામાં આવે છે. આજે તેની સંખ્યા મુખ્યત્વે ૧૦ છે અને તેમના નામોમાં એકરૂપતા નથી. આ ૧૦ પ્રકીર્ણમાં ૨૩૦૫ મૂળ ગાથાઓ છે. ૧. ચતુર શરણઃ આમાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીકથિત ધર્મ એ
ચારને “શરણ” માનવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org