________________
જેનદર્શન
૨, અંગબાહા : (અ) ૧૨ ઉપગે ઃ ૧. ઔપાતિક: આમાં પ્રારંભમાં ચંપાનગરીનું વર્ણન છે. ત્યાર બાદ તેમાં
પૂર્ણભદ્ર ઉદ્યાન, કુણિક રાજા, ધારિણું રાણુ, મહાવીરસ્વામી વગેરેનું સાહિત્યિક ભાષામાં સુરુચિપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસંગવશાત્ દંડ, મૃત્યુ, વિધવા, સાધુ, તપસ્વી, શ્રમણ, પરિવ્રાજક વગેરેને પણ યોગ્ય પરિચય આપવામાં
આવ્યું છે. ૨. રાજકીય ? ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રમણ કેશી અને શ્રાવસ્તી
નગરીના રાજા પ્રદેશી વચ્ચે થયેલ જીવવિષયક સંવાદનું વર્ણન અહીં છે. રાજા પ્રદેશી જીવે અને શરીરને અભિન્ન માને છે. શ્રમણ કેશી તેના મતનું નિરાકરણ કરીને યુક્તિપૂર્વક જીવનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરે છે. વળી આ પ્રદેશ રાજા મૃત્યુ પામીને સૂર્યાભદેવ થયે અને મહાવીરનાં વંદનાથે
આવ્યું તેનું વર્ણન પણ અહીં છે. ૩. વાભિગમ (જીવાજીવાભિગમ) : તેમાં મહાવીર-ગૌતમ વચ્ચેની પ્રશ્નોત્તરી
સ્વરૂપે જીવ–અજીવન ભેદ-પ્રભેદનું વિસ્તૃત વર્ણન છે. ૪. પ્રજ્ઞાપના (પનવણ) : આમાં જીવના સ્વરૂપ, ગુણ વગેરે અનેક વિષયનું
વર્ણન છે. ૫. સૂર્યપ્રજ્ઞપ્તિઃ આમાં સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોની ગતિ વગેરેનું વિસ્તારપૂર્વક
વર્ણન છે. ૬. જે ખુદ્વીપ પ્રજ્ઞપ્તિઃ આમાં જંબુદીપનું, તેમાં અંતર્ગત ભારત વર્ષનું અને
તેના રાજા (ચક્રવર્તી) ભરતની વિજયયાત્રાનું વર્ણન છે. ૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ અને વિષય સૂર્ય પ્રજ્ઞાતિના વિષયની સમાન છે. ૮. નિરયાવલિકાઃ તેમાં મગધના રાજા શ્રેણિકના ૧૦ કુમારા (કાળ, સુકાળ,
મહાકાળ વગેરે) પોતાના ઓરમાન ભાઈ રાજા કુણિક સાથે મળીને પિતાના નાના વૈશાલીના રાજા ચેટક સાથે યુદ્ધમાં ઉતર્યા હતા અને મૃત્યુ પામીને
નરકમાં ગયા હતા તેની કથા છે. ૯. કપાવતસિકાઃ આમાં મગધના રાજા કોણિકના પૌત્ર (પદ્મ, મહાપદ્મ,
ભદ્ર, સુભદ્ર વગેરે) સાથે સંબંધિત વર્ણને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org