________________
પૃભૂમિકા
૧. ૧૧ (૧૨) અગા
૧. આચારાંગસૂત્ર તેમાં સાધુએના આચારાનુ વર્ણન છે. આ અગ જૈન આચારની આધારશિલા છે.
૨. સૂત્રકૃતાંગસૂત્રઃ આ સૂત્રમાં મુખ્યત્વે તત્કાલીન તાત્ત્વિક મતાની ચર્ચા છે. ૩. સ્થાનાંગસૂત્ર : તેમાં જૈન ધર્માંનાં મુખ્ય તત્ત્વાની ગણુના અને તેની વ્યાખ્યા આપેલી છે.
૪. સમવાયાંગસૂત્રઃ આમાં ઉપરોક્ત સૂત્રમાં અધૂરી રહેલી હકીકતાનું વર્ણન છે. ૫. ભગવતીસૂત્ર : (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) : તેમાં તાત્ત્વિક, આચારસંબંધી, જ્ઞાન–
સંબંધી, તાર્કિક, લેાકસ ંબધી, ગણિતસંબધી, રાજનૈતિક, ઐતિહાસિક, સામાજિક, આર્થિક, શૈક્ષણિક-વગેરે અનેક વિષયો અંગેની સામગ્રી ઉપલબ્ધ છે. ૬. જ્ઞાતાષમ કથાસૂત્ર ઃ ભગવાન મહાવીરના જીવનકાળ સુધીમાં થયેલી જેન મહાવિભૂતિએ, આદર્શ સતીએ તેમ જ પ્રભાવશાળી વીરપુરુષનું વર્ણન આમાં છે.
૧૫
૭. ઉપાસકદશાસૂત્ર : આમાં મહાવીરના ૧૦ મુખ્ય ઉપાસા અર્થાત્ શ્રાવક(આનંદ, કામદેવ વગેરે)ની કથાઓ-ચરિત્રો છે.
૮. અતકૃતદશાસૂત્ર : અતકૃત એટલે સાંસારના અંત લાવનાર. જેણે પોતાના સ ંસાર અર્થાત્ ભવચ(જન્મ-મૃત્યુ)નો અંત આણ્યો હોય તેવા આત્મા અંતકૃત' કહેવાય છે. આ સૂત્રમાં આવા આત્માઓનું વર્ણન છે.
૯. અનુત્તરીપપાદિદશા સૂત્રઃ જે વ્યક્તિ પોતાના તપ અને સયમ દ્વારા કાઈ શ્રેષ્ઠ (અનુત્તર) વિમાનમાં દેવસ્વરૂપે ઉત્પન્ન થાય છે તેને અનુત્તરોપપાતિક' કહેવામાં આવે છે. આ ગ્રંથમાં આવી કેટલીક વ્યક્તિનું વર્ણન છે.
૧૦. પ્રશ્નવ્યાકરણુસૂત્ર · આમાં પાંચ આસ્રવા અને પાંચ સંવરેાનું વર્ણન છે. ૧૧. વિપાકસૂત્ર ઃ આ સૂત્રમાં અશુભ કર્મી કે પાપના ફળ (વિપાક)નું અને શુભ કર્મ પુણ્યના ફળ (વિપાક)નું ૧૦-૧૦ કથાઓના માધ્યમ દ્વારા નિરુપણુ કરવામાં આવ્યું છે.
૧૨. દષ્ટિવાદ : આ સૂત્ર ઉપલબ્ધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org