________________
જૈનદર્શન તેમના શિષ્ય થયા, માંસાહાર બંધ થયે, જીવહિંસા ઓછી થઈ અને અહિંસા - પરમ ધર્મ મનાય. યજ્ઞો માટે એકત્રિત થયેલા બ્રાહ્મણે તેમના શિષ્ય બન્યા અને ચારે દિશાઓમાં તેમના ઉપદેશને પ્રચાર કરવા લાગ્યા.
નિર્વાણઃ અંતે ૭૨ વર્ષની વયે ઈ. સ. પૂર્વે પર૭માં આસો વદ અમાવાસ્યાના દિને બિહારના પાવાપુરી નામના ગામે ઉત્તરાધ્યયન સૂત્રનું પ્રવચન કરી -રહ્યા બાદ તેઓ નિર્વાણ પામ્યા. નિર્વાણ–પ્રસંગની ભિન્ન ભિન્ન કથાઓ પ્રચલિત
છે. કેટલાક માને છે કે રાજા હસ્તિપાલના દરબારમાં શાંત ભાવે એકાંતમાં તેઓ નિર્વાણ પામ્યા, જ્યારે બીજાઓ એમ માને છે કે મહાસમારંભમાં તેમણે પોતાને દેહ ત્યાગે. હસ્તિપાલે એક મેટા ઉત્સવ છે અને તેમાં આવવા પડેશન રાજાઓને આમંત્રણ પાઠવ્યાં. એક વિશાળ સરોવરની પાસેના જંગલમાં એક ભવ્ય સમવસરણ બંધાવી તેમાં રત્નજડિત આસન પધરાવ્યું. આ આસન પર બેસીને મહાવીર ભગવાને ૬ દિવસપર્યત નિરંતર સંધને ઉપદેશ આપ્યું. ૭મા દિવસની રાટો ચોથા પ્રહરે સમસ્ત રોતાવર્ગ નિદ્રામાં પડયો. તીર્થંકરે જાણ્યું કે હવે તેમને જવાનો સમય થયો છે. પોતે આસન વાળ્યું અને પછી નિર્વાણ પામ્યા. શ્રોતાવર્ગ જાગે ત્યારે જાણ્યું કે તીર્થંકર તે હંમેશ માટે જતા રહ્યા છે. એવી માન્યતા પણ પ્રવર્તે છે કે તીર્થકર નિર્વાણ પામ્યા ત્યારે આકાશમાં ધૂમકેતુ દેખાય,
સ્વર્ગમાંથી પૃથ્વી પર દેવો ઊતરી આવતાં રાત્રી પ્રકાશથી ઝળહળી ઊઠી. પડોશના રાજાઓએ પ્રભુને નિર્વાણના માનમાં દીપોત્સવી મનાવી. ૧૧. જૈન સંઘ
ભગવાન મહાવીર એક બહદ સંધના અધિષ્ઠાતા હતા. તે સંધમાં ૧૪,૦૦૦ સાધુઓ, ૩૬,૦૦૦ સાધ્વીઓ, ૧,૫૯,૦૦૦ શ્રાવકે અને ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ હતાં. મહાવીરના અનુયાયીઓના નીચે મુજબ પ્રકારે હતા ? ૧. મહાવ્રતી સાધુ અર્થત શ્રમણ જેવા કે ગૌતમ ઈન્દ્રભૂતિ વગેરે ૨. મહાવ્રતી સાધ્વીઓ અર્થાત શ્રમણ જેવાં કે ચંદના વગેરે ૩. અણુવતી શ્રાવક જેવા કે શંખ, શતક વગેરે અને ૪. અણુવ્રતી શ્રાવિકા જેવાં કે સુલસી, રેવતી વગેરે ૫. સામાન્ય ગૃહસ્થ પુરુષ જેવાં કે શ્રેણિક (બિંબિસાર), કુણિક (અજાતશત્રુ),
પ્રદ્યોત, ઉદયન વગેરે -.૬ સામાન્ય ગૃહસ્થ સ્ત્રી જેવી કેચેલના વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org