________________
ના શુભ મુહૂર્ત કરૂણામૂતિ પૂ. આ. ભ. શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ. સા. તથા શાસન પ્રભાવક પૂ. આ. ભ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ. સા. આદિ સુવિશાળ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતના વૃન્દની નિશ્રામાં જૈન સંઘના દાનવીર શાહ સેદાગર શેઠશ્રી માણેકલાલ ચુનીલાલ શાહના શુભ હસ્તે પ્રભુજીની પ્રતિષ્ઠા થયેલ. પ્રતિષ્ઠા વિધિ એવા શુભ મુહૂર્ત થઈ કે દિવસે દિવસે આ તીર્થ વિકાસ પામતું આજે મુંબઈ ગરાઓ માટે યાત્રાધામ સમું બની ગયું છે. દર રવિવારે અને રજાઓના દિવસે માં દર્શનાર્થીઓ વિશેષ પ્રમાણમાં આવે છે.
મૂળનાયક શ્રી ત્રાષભદેવ પ્રભુની પ્રશમરસ ઝરતી, નયનરમ્ય પ્રતિમા ભવિકેના હદયનું આકર્ષણ છે. શ્રી શત્રુંજયગિરિ તથા શ્રી અષ્ટાપદગિરિ તીર્થના પટો અને પ્રાંગણમાં સૌનું સ્વાગત કરતા હાથીયુગલ બાળકના ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ, શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી શાશ્વત જિન પ્રતિમાજી, ઉપર શ્રી ધર્મનાથ પ્રભુ આદિ ચૌમુખ પ્રતિમાજી, નીચે (ભેંયરામાં) શ્રી વીસ વિહરમાન પ્રભુજીની પ્રતિમાજી આરાધકનું આકર્ષણ છે. અને ભગવતી શ્રી ચકેશ્વરી દેવી, શ્રી પદ્માવતી દેવી, શ્રી સરસ્વતી દેવી, શ્રી મહાલક્ષ્મી દેવી તથા શ્રી ઘંટાકર્ણવીર આદિની સ્થાપના સાધકોનું આકર્ષણ છે. તે આ તીર્થના પરમ ઉપકારી પ.પૂ. આ. ભ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરજીનું સમાધિ મંદિર -ગુરૂ ભક્તોનું આકર્ષણ છે.