Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૨૧
ગયા દાયકાના વાળમય પર દષ્ટિપાત
નવલકથાને સામાન્યતઃ આપણે બે વર્ગમાં વહેંચીએ છીએઃ ૧. ઐતિહાસિક ૨. સામાજિક. જો કે બીજી રીતે વૈજ્ઞાનિક નવલ, હાસ્યરસિક નવલ, કૌતુકરાગી નવલ (Romances) એમ પણ વિભાગો પડી શકે; તે પણ વિષય પરત્વે આ બે વિભાગોમાં નવલકથાની ગણત્રી સરલતાથી થઈ શકે. - ઐતિહાસિક અને સામાજિક નવલેના વારાફેરા દાયકે બે દાયકે આપણું સાહિત્યમાં બદલાતા રહ્યા જણાય છે. ઈ. સ. ૧૮૬૬માં નવલકથાનાં કેટલાંક લક્ષણોથી વિભૂષિત કરણઘેલો' પ્રકાશન પામ્યું ત્યારથી ગુજરાતી ભાષામાં ઐતિહાસિક નવલેને શક પ્રવર્યો. ઈ. સ. ૧૮૮૭માં “સરસ્વતીચંદ્રને પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયો ત્યાંસુધી ગુજરાતી લેખકો અને વાચકોએ ઐતિહાસિક વાર્તા પ્રત્યે પક્ષપાત બતાવ્યો હતો. “સરસ્વતીચંદ્રના પ્રકાશન બાદ સામાજિક નવલકથાને પ્રાધાન્ય મળ્યું, તે એટલે સુધી કે ઐતિહાસિક નવલોના અજોડ સ્ત્રષ્ટા રા. મુનશીએ પણ તેમની આરંભદશામાં સામાજિક નવલે લખી હતી. ઈ. સ. ૧૯૧૫માં રા. મુનશીની “પાટણની પ્રભુતા'થી પુનઃ ઐતિહાસિક નવલે યુગ શરૂ થયો અને રમણલાલના આગમન પછી ઈ. સ. ૧૯૨૫-૩૦ થી સામાજિક નવલે મોટી સંખ્યામાં બહાર પડવા લાગી. આમ પરિસ્થિતિ આજ સુધી ચાલુ છે એમ બન્ને પ્રકારની નવલની સંખ્યા જોતાં કહી શકાય.
એતિહાસિક નવલકથા આ દાયકામાં લગભગ પચાસ જેટલી ઐતિહાસિક નવલો પ્રસિદ્ધ થઈ છે. એક તરફ ગુજરાત, કાઠિયાવાડ, મેવાડ, માળવાની ભૂમિ પરની ઐતિહાસિક ઘટનાઓને કે વ્યક્તિવિશેષોને તે બીજી તરફ ભારતને વેદકાળ, નાગલકે અને બુદ્ધિને સમય, ગુપ્તયુગ, મેગલ સમય, ૧૮૫૭ના બળવાનું વાતાવરણ, છેલ્લાં પચીસ વર્ષનાં રાજકીય અદિલને એમ વિવિધ યુગબળને ભૂમિકા રૂપે રાખીને આ દસકાની ઐતિહાસિક નવલ રચાઈ છે. ગુજરાતમાં તેની પરંપરા દાયકાઓ જૂની છે; પણ આ દાયકે લેવાયેલું પ્રમાણમાં વિસ્તૃત એવી સ્થળ-કાળની પટ્ટીનું આલંબન ધ્યાન ખેંચે છે. | મુનશી, રમણલાલ, ચુનીલાલ શાહ, ધૂમકેતુ, મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, દર્શક, જયભિખ્ખું આદિની પ્રવૃત્તિ આ ક્ષેત્રે આ દાયકે પણ જારી રહી છે. સ્વ. હરજીવન સોમૈયા, મંજુલાલ દેસાઈ, રામચંદ્ર ઠાકુર, ચંદ્રભાઈ કા. ભટ્ટ આદિ નવીન લેખકોએ પણ તેમાં પિતાને ફાળો નોંધાવ્યો છે.'