Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
થશે અને ગ્રંથકાર પુ. ૧૦ સવિશેષ પુરાણુ જીવવિદ્યાના અંગ સમા ઉત્પાત અશ્મીભૂત અવશેષોને અભ્યાસ પણ કરે પડે છે. વનસ્પતિઓને પણ હું ભૂલ્યો નથી, એ કે એમને સંગ્રહ કરવાની મારી પ્રવૃત્તિ સાધનોના અભાવે વેગવતી થઈ શકી નથી.”
આમ કેવળ પક્ષી પરિચય જ નહિ પણ સમસ્ત પ્રકૃતિના અભ્યાસઅવલોકનનો શોખ જાગે ત્યારે એ પ્રવૃત્તિએ એમના મન ને સમયને કબજે લઈ લીધેલ. પછી તો ઘેર પણ પંખીઓ પાળ્યાં અને ભાડાના નાના ઘરની સાંકડી પરસાળમાં પણ પાંજરાંઓની ભીડ જામવા માંડી.
માત્ર સાહિત્ય અને વિજ્ઞાનના જ નહિ, પરંતુ ધંધા-વ્યવસાય કે અન્ય નિમિત્તે હાથ ચડતા કોઈ પણ ક્ષેત્રના વિષયનું બને તેટલું બારીક જ્ઞાન મેળવવાની એમની ખાસિયત જ થઈ પડી છે.
ટૂંકમાં શ્રી. આચાર્ય વિદ્વાન “હોબીઈસ્ટ' છે. વિવિધ પક્ષીઓ તથા સર્પ, મત્સ્ય, કીટકે, કળિયા આદિનું તેમને ઊંડું જ્ઞાન છે. મુંબઈના પ્રકૃતિ વિજ્ઞાન-મંડળ', તથા “બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી'ના તેઓ અગ્રગણ્ય સભ્ય છે. એ સોસાયટીના મુખપત્ર કીટકજ્ઞાન વિશે આવેલી એમનાં અમુક વિધાનોની નધેિ તદ્વિદમાં માન્ય થઈ છે. જાત-જાહેરાત પ્રત્યે ઉદાસીન હોવાથી તેઓ પ્રમાણમાં જાહેરમાં ઘણું જ ઓછા જાણીતા છે. એમણે કદિ ભાષણો આપ્યાં નથી; “કુમાર” અને “પ્રકૃતિ” સિવાય ક્યાં ય લેખ લખ્યા નથી.'
ઈ. ૧૯૩૮માં એમણે મિત્રો તથા એ વિષયમાં રસ લેનારાઓને પ્રેરી પ્રેરીને ગુજરાત પ્રકૃતિ મંડળની સ્થાપના કરી; ને એ સંસ્થા તરફથી ગુજરાતીમાં વિજ્ઞાનનું પ્રથમ ત્રિમાસિક “પ્રકૃતિ' શરૂ કર્યું. તેના તંત્રી તરીકે તેમણે અભ્યાસપ્રચુર અને વિઠનમાન્ય લેખે, નેધ તથા સંપાદન વડે ગુજરાતના નામને હિંદભરમાં ઊજળું કર્યું છે. ગુજરાતના પ્રકૃતિવિજ્ઞાનના ક્ષેત્રમાં સ્વ. જયકૃષ્ણ ઈન્દ્રજી પછી તેમનું નામ મોખરે આવે છે. તેમના પ્રકૃતિવિજ્ઞાનના ઊંડા અભિનિવેશને માટે શ્રી આચાર્યને ગુજરાત સાહિત્ય સભા તરફથી ઈ. સ. ૧૯૪૭ને રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયેલે. માસિકમાં દટાઈ રહેલાં તેમનાં લખાણો વહેલી તકે પુસ્તકાકારે પ્રગટ થાય તે ઈચ્છવાજોગ છે.
અભ્યાસ-સામગ્રી ૧. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી ૧૯૪૭-૪૮,
_* ચંદ્રકપદાન સમારંભ નિમિત્તે શ્રી બચુભાઈ રાવતે લખેલો તેમની પરિચય-પત્રિકા પરથી