Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
કાર-સરિતાશિ
ય
ઉત્કંઠા મારા મનમાં જાગ્રત થઈ. અંગ્રેજી સાહિત્યના, વાચન દ્વારા પતંગિયાનાં એ લેાકાનાં અભ્યાસ અને રસવૃત્તિથી હું પરિચિત હતા, પરંતુ આપણા દેશમાં આવાં રૂપાળાં પતંગિયાં થાય છે તે એને અભ્યાસ સામાન્ય જન પણ સરળતાથી કરી શકે છે તેનું તેા મતે એ ઘડીએ જ ભાન થયું. એ થતાં જ મે, લેખકે પ્રમાણુરૂપ ગણાવેલા એવન્સપ્રણીત ‘ભારતવર્ષનાં પત'ગિયાં' ગ્રંથ ખરીદ્યો. પ્રકૃતિ-અવલાકનના ક્ષેત્રમાં મારું એ પ્રથમ પાદા'ણુ. એ સમયે ઉત્પન્ન થયેલું કુતૂહલ સામાન્ય જનસુત્રભ કુતૂહલ જ માત્ર હતું. એ સમયે મેં કલ્પેલું નહિ કે આવી એક અતિ સામાન્ય જિજ્ઞાસા દ્વારા મારું અભ્યાસક્ષેત્ર પલટાઈ જશે તે યદચ્છા રાપાયેલા એક બીજમાંથી આટલે વિશાળ વૃક્ષાધિરાજ ફાલશે ફૂલશે......... ...એક સેશન્સ જજ કલાપ્રેમી અને પક્ષીએના ભારે અભ્યાસી હતા. એમની સાથે મારે પિરચય વધતાં એમણે મને પક્ષીએમાં રસ લેતા કર્યાં. સવિશેષ પક્ષીએ પાળવાનેા ચેપ તે એમણે જ મને લગાડેલા. એ વખતે મારું સમગ્ર ધ્યાન કીટકસષ્ટિનાં અભ્યાસ-અવલાકનમાં સ્થિર થયું હતું. એટલે પક્ષી-અવલાકનમાં મને વધુ ઉત્સાહ થયા ન હતે. પરંતુ એ સજ્જનના સબંધના ચેાગે પક્ષીપાલનનાં તે હું ગાંડા બનેલે.
એ વાતને વીસ વર્ષ થઈ ગયાં. આરંભની પતંગિયાંની સૃષ્ટિના પરિચયમાંથી અન્ય કીટકસૃષ્ટિના પરિચય, પક્ષીપાલનમાંથી પક્ષીપરિચય, પછી સાપ, ધેા આદિ સરિસૃપો તથા મીઠા જળની મામ્બ્લીની સૃષ્ટિ, પછી કરેાળિયા,——એમ ઉત્તરાત્તર મારી જિજ્ઞાસા ધધતાં હું પ્રકૃતિનાં અન્યોન્ય અગેાનાં પરિચય, અવલાકન અને અભ્યાસમાં પરાવાયા. એ પળથી આજ સુધીનાં અશેષ વર્ષમાં આહારાદિ શરીર-વ્યવહારો અને વિત્તોપાર્જનના વ્યવસાય કરવામાંથી બચેલા સમગ્ર સમયના ઉપયેાગ મે મારા આ નવા વ્યુાસંગમાં કરેલા છે. એ સાટે મેં ભારે પુરુષા પણુ કર્યા છે. અરધી રાતે એકાદ અજાણ્યા પક્ષીને મેલતું સાંભળીને સફાળા જાગીને એના પિરચય કરવા દાડૌં છું. વષઁ સુધી, પ્રત્યેક રજાએ, બ્રાહ્મ મુ`થી રાત્રિ પંત, આખા દિવસ અમદાવાદના પરિસરામાં ખભે ડિયા ભરાવીને હું આથડયો છું. એ જ વિષયના વધુ દઢીકરણ અર્થે અવકાશ મળ્યે મે' પગપાળા અનેક પરિભ્રમણા કર્યા છે. પરિણામે પ્રાણીજીવનનાં વિવિધ પાસાંઓનું જે જ્ઞાન મને રણભૂમિ, અરણ્યા અને પહાડી પ્રદેશેામાં થયું છે એ અનેક ગ્રંથૈાના વાચનથી પણ હુ` ભાગ્યે જ મેળવી શક્યો હોત.
છતાં મારા અભ્યાસ કેવળ પ્રાણીજીવનમાં જ પરિમિત રહેલા નથી. પ્રાણીજીવનની કાલિક ઉત્ક્રાન્તિના પ્રશ્નના વિચાર અંગે મારે ભૂવિદ્યાના,