Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ચરિતાવલિ
પ્રગુરુ શ્રી કાન્તિવિજયજીની મમતા અને કાળજીએ શ્રીપુણ્યવિજયજીના વિદ્યા જીવનનું ઊંચું ઘડતર કર્યું. તેમના અભ્યાસ માટે જે બે ચાર અધ્યાપકોને ઉપયોગ થયેલે તેમાં પંડિત શ્રી. સુખલાલજીનું નામ મોખરે છે. વળી ગુરુશ્રી ચતુરવિજયજી શાસ્ત્રના સંપાદન તથા સંશોધનના ભારે રસિક હોવાથી તેને શૈખ શ્રી પુણ્યવિજયજીને પણ લાગ્યો, તે એટલે સુધી કે શારીરિક કષ્ટો વેઠીને પણ સન્નિષ્ઠાપૂર્વક સંશોધનકાર્ય કરવાનું આજ સુધી તેમણે ચાલુ રાખ્યું છે. આઠ માસ ગામપ્રતિગામ ફરતાં ફરતાં તેમ ચોમાસાના સ્થિરવાસમાં પણ તેમની જ્ઞાનસાધના ચાલુ જ રહી છે.
પ્રગુરુ વૃદ્ધાવસ્થામાં હોવાથી મુનિજને પાટણમાં લાગલાગ2 અઢાર વરસ રહેવાનું થયું; તે દરમિયાન પાટણના એકેએક ભંડારનું અવલોકન તેમણે કર્યું અને જુદા જુદા તમામ ભંડારોને તેમના ગુરુ અને પ્રગુરુની પ્રેરણાથી એક વ્યવસ્થિત જ્ઞાનમંદિરના રૂપમાં ફેરવી નાખવાને વિચાર મૂર્ત બન્યો. એને પરિણામે પાટણમાં હેમચંદ્રાચાર્ય જેન જ્ઞાનમંદિરની સ્થાપના થઈ. ભંડારનાં પુસ્તકોનું વર્ગીકરણ કરીને જે સરસ ગોઠવણી તેમાં થઈ છે, એની પાછળ મુનિશ્રીને ભારે શ્રમ રહેલે છે. ભંડારોનાં તમામ પુસ્તકોનું એક મોટું લખેલું સચિપત્ર પણ તેમણે તૈયાર કરેલું છે. એ જ્ઞાનમંદિરના પ્રવેશઘર પાસે જે શિલાલેખ છે તેમાં મુનિશ્રી પુણ્યવિજયજીનું નામ પણ અંક્તિ થયેલું છે. ભંડારોની વ્યવસ્થા અને તેમાંનાં પુસ્તકોના વર્ગીકરણની સાથે સાથે જ સંપાદન -સંશોધનનું કાર્ય અને ઉચ્ચ અભ્યાસના વિદ્યાથીઓને તથા વિદ્વાનોને સંશોધનમાં મદદ કરવાનું કાર્ય પણ ચાલુ હતું.
તેમને હાથે અનેક શાસ્ત્રીઓ અને સંશોધકે ઘડાયા છે. ડે. ભોગીલાલ સાંડેસરા, શ્રી જગદીશચંદ્ર જન, મૂર્તિશાસ્ત્રના અભ્યાસી અને વિકટેરિયા મ્યુઝિયમના કયુરેટર શ્રી. શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય ઇત્યાદિ તેમના શિષ્યો છે. ડે. બેંડર, ડે. આલ્લડોફ, શ્રી. મધુસૂદન મોદી, પ્રો. કાન્તિલાલ વ્યાસ, શ્રી. જિતેન્દ્ર જેટલી ઇત્યાદિ વિદ્વાને પણ પોતાના સંપાદન-સંશોધન -કાર્યમાં તેમની પાસેથી કીમતી માર્ગદર્શન પામતા રહ્યા છે.
તેમની સાહિત્યપ્રવૃત્તિમાં લીંબડી (સૌરાષ્ટ્ર)ના જ્ઞાનભંડારનું સંશોધન તથા તેના મોટા સૂચિપત્રનું પ્રકાશન નોંધપાત્ર છે. જૈન આગમોના સંપાદન તથા સંશોધનનું ભગીરથ કાર્ય તેમણે આરંવ્યું છે અને તે કાર્ય અદ્યતન ઢબે કરવાને તેમને મનસૂબો છે. તેમની સમગ્ર સંશોધન પ્રવૃત્તિનું પ્રેરક બળ મુખ્યત્વે આ કાર્યમાં રહેલું છે એમ કહી શકાય. એ પ્રવૃત્તિ માટે પ્રાચીનમાં