Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 324
________________ ૧૦૦ વથ અને વધારા પ્રાચીન પ્રતની શૈધ સારુ તેમણે ભર ઉનાળામાં જેસલમીરને વિકટ પ્રવાસ ખેડયો છે અને ત્યાં અસહ્ય યાતનાઓ અને પરિશ્રમ વેઠીને પણ દેઢ વર્ષ લગી રહ્યા છે. જેસલમીરના ગ્રંથભંડારે ઉથલાવવામાં અને સૂકા રણ જેવા, કશી જાતની સગવડ–સુવિધા વિનાના પ્રદેશમાં રહી અવિરત શ્રમ કરવામાં કેટલી સનિષ્ઠા. અને તિતિક્ષાવૃત્તિ જોઈએ છે તે અનુભવીઓ સારી પેઠે જાણે છે. મુનિએ એ બધું વેઠીને જેસલમીરના મૃતપ્રાય ભંડારાને સંજીવની છાંટી છે એમ કહીએ તે કશું બેટું નથી. ભંડારોની સુવ્યવસ્થા કરવા ઉપરાંત ૨૧૪ જેટલી અત્યંત દુલભ પ્રતોની તેમણે ફેટે-ફિલ્મ લેવરાવી લીધી છે. એ માઈક્રોફિલ્મમાં જૈન સાહિત્ય ઉપરાંત બ્રાહ્મણ સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય વગેરેના પણ અનેક અમૂલ્ય ગ્રંથ છે. જૈન આગમો અને બીજાં મળીને કુલ ૪૯ પુસ્તકના પાઠને ત્યાંની પ્રતિઓ સાથે મેળવીને તેનાં પાઠાંતરે તેમણે ઉતરાવી લીધાં છે. લગભગ ૧૬ જેટલાં જૈન આગમ અને અન્ય જૈન પુસ્તકની પૂરી નકલે તેમણે કરાવી છે. જેસલમીર ઉપરાંત જોધપુર, બિકાનેર અને નાગારના જ્ઞાનંડાર તથા રાજસ્થાનના મુખ્ય મુખ્ય રાજકીય જ્ઞાનસંગ્રહે પણ તેમણે જાતે તપાસી લીધા છે. જેસલમીરના જ્ઞાન ભંડારે તેમણે તૈયાર કરેલ વૃત્તાંત તથા ત્યાંનાં પુસ્તકનું સૂચિપત્ર ટૂંક સમયમાં પ્રસિદ્ધ થવાનાં છે. ડૉ. આસડે પણ જર્મન ભાષામાં મુનિશ્રીના જેસલમીરના વસવાટ વિશે એક લેખ પ્રસિદ્ધ કીધે છે. મુનિશ્રી લિપિશાસ્ત્ર (Peliography)માં નાગરી લિપિના અસાધારણ નિષ્ણાત છે. લિપિ ઉપરથી તેઓ હસ્તપ્રત કઈ શતાબ્દિમાં લખાઈ છે તેને ચોક્કસ નિર્ણય કરી શકે છે. વળી, પોતે જે લિપિને એકવાર પરિચય કરે છે તે અનશુદ્ધપણે લખી પણ શકે છે. મુનિશ્રીની આ વિરલ શક્તિ ખાસ નોંધપાત્ર છે. પ્રાચીન સાહિત્યના સંપાદન અને સંશોધનમાં સતત રચ્યાપચ્યા રહેતા મુનિ શ્રી જિનવિજયજી, પંડિત સુખલાલજી અને પં. બેચરદાસજી વગેરે વિદ્વાનોને સંપાદન-સંશોધન કાર્યમાં તેમણે ઘણું સહાય કરેલી છે ને હજુ પણ કરતા રહે છે. તેમની સાથે કામ કરવામાં ઘણુંખરું અમદાવાદના વતની મુનિશ્રી રમણિકવિજયજી હોય છે. મુનિશ્રી પુણ્યવિજયજીએ સંસ્કૃતપ્રાકૃતનાં તમામ સંપાદને તેમના ગુરુશ્રી ચતુરવિજયજી સાથે કરેલાં છે.* પંડિતશ્રી બેચરદાસ દેશના સૌજન્યથી

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344