Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 322
________________ (મુનિશ્રી) પુણ્યવિજયજી પ્રાચ્યવિદ્યાના મહાન પંડિત અને પ્રાકૃત ભાષાના ઊંડા અભ્યાસી તથા સંશોધક મુનિશ્રી પુણ્યવિજયજીનું સંસારી નામ મણિલાલ હતું. તેમને જન્મ વિક્રમ સંવત ૧૯પરના કારતક સુદિ ૯ના રોજ થયેલે. તેમના પિતાનું નામ ડાહ્યાભાઈ દોશી, માતાનું નામ માણેકબહેન (દીક્ષિત થયા પછી શ્રી રતનશ્રીજી) અને વતન કપડવંજ, કપડવંજમાં ચિંતામણિ પાર્શ્વનાથની ખડકીમાં મણિલાલનું ઘર હતું. તેઓ જ્યારે બે ત્રણ મહિનાના હતા, ત્યારે એક વખત તેમના મહેલ્લામાં કુદરતી કોપથી આગ લાગી. આખો ય મહેલે બળીને ખાખ થઈ ગયા. મણિલાલનું ઘર પણ ભડકે બળવા લાગ્યું. બાળક મણિલાલ આ સમયે ઘરમાં ઘડિયામાં સૂતા હતા. તેમનાં માતા નદીએ કપડાં ધોવા ' ગયેલ. ઘરમાં બીજું કોઈ હતું નહિ, કેમકે પિતા ધંધાર્થે મુંબઈ રહેતા. અંદરથી બાળકની ચીસે સાંભળીને કઈ સાહસિક વહોરા સને બળતા ઘરમાં પેસી બાળકને બચાવી લીધે. બળતા નિભાડામાંથી ઈશ્વરકૃપાએ સલામત નીકળેલાં બિલાડીનાં બચ્ચાંની જેમ જ જાણે મણિલાલ જીવતા રહેવા પામ્યા. આ આગના પ્રસંગ પછી પિતાછ કપડવંજ આવીને કુટુંબને મુંબઈ તેડી ગયા. આથી મણિલાલને નાનપણથી જ મુંબઈ રહેવાને પ્રસંગ બને. તેઓ લગભગ આઠેક વર્ષ મુંબઈ રહ્યા અને ત્યાં તેમણે ગુજરાતી છ ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો. એટલામાં તેમના પિતાજી અવસાન પામ્યા. વિધવા થયેલાં માતાને જૈન દીક્ષા લેવાને વિચાર થયા, પણ દસ વર્ષના અનાથ બાળકને ટળવળતી સ્થિતિમાં છોડી કેમ દેવાય? તેથી તેમણે મણિલાલને પ્રથમ દીક્ષિત બનાવવા વિચાર્યું. બાળકને લઈ પાલિતાણા તીર્થસ્થાનમાં ચોમાસું કરી, ત્યાંની નવાણું યાત્રા વિધિપૂર્વક પતાવી તેઓ છાણી (વડોદરા) ગામમાં તે સમયે બિરાજમાન શ્રી કાનિવિજ્યજીના મુનિમંડળના ચરણે પહોંચ્યાં. ત્યાં તેર વર્ષની ઉમરના મણિલાલને તેમણે વિ. સં. ૧૯૬૫ના મહા વદિ પાંચમને દિવસે દીક્ષા અપાવી અને ગુરુશ્રી ચતુરવિજયજીએ બાળકનું ધર્મનામ પુણ્યવિજયજી રાખ્યું. બીજે જ દિવસે તેમનાં માતાજીએ પણ દીક્ષા લીધી.

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344