Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 319
________________ પુરવણી કૃષ્ણપ્રસાદ લલ્લુભાઈ ભટ્ટ સાહિત્યની દુનિયામાં લગભગ અપ્રસિદ્ધ છતાં છેલ્લાં ૨૦–૨૨ વર્ષોંથી એકધારી લેખન-પ્રવૃત્તિ ચલાવી રહેલ શ્રી. કૃષ્ણપ્રસાદ ભદ્રં કપડવંજના વતની અને વીસનગરા નાગર બ્રાહ્મણુ છે. તેમના જન્મ તા. ૧૨-૯-૧૯૧૧ ના રાજ પંચમહાલ જિલ્લામાં આવેલા દાહેાદ શહેરમાં થયેલેા. તેમના ।પતાનું નામ લલ્લુભાઈ રામશંકર ભટ્ટ તથા માતાનું નામ આનંદીબહેન છે. તેમણે બે વાર લગ્ન કરેલાં છે. પહેલું ઈ. સ. ૧૯૪૨માં શ્રી. વીરબાળા સાથે અને ખીજુ ઈ. સ. ૧૯૫૧માં શ્રી. ઊર્મિલા સાથે. દાહેાદમાં પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ મેળવી ત્યાંની ન્યુ હાઈસ્કૂલમાંથી તેએ ઇ. સ. ૧૯૨૫માં મેટ્રિક અને ઘેર બેઠે અભ્યાસ કરીને ઇ. સ. ૧૯૨૯માં અલીગઢ વિશ્વવિદ્યાલયના બી. એ. થયા છે. તેમના મુખ્ય વ્યવસાય છાપખાનું ચલાવવા સાથે ગ્રંથ-લેખનને છે. ઇ. સ. ૧૯૩૦માં ટ્વાદ ગૅઝેટ' નામનુ' વમાનપત્ર અગ્રેજી, ગુજરાતી અને હિંદી એમ ત્રણ ભાષામાં તે પ્રગટ કરતા. એ અરસામાં સ્વ. પૂ. ઠક્કરબાપાના સંપર્કમાં આવતાં ભીલ જેવી આદિવાસી · અને ગરીબ કામની સેવા કરવાની ભાવના તેમનામાં જાગી. ત્યારથી સેવા અને કત વ્યપાલનની દૃષ્ટિથી તેમણે લેખનકા ચલાવ્યું છે. તેમણે દરિદ્રસ્થિતિની યાતનાઓના સારી પેઠે અનુભવ કર્યાં છે. એટલે દરિદ્ર-શ્રીમતની વિરોધ– સ્થિતિ તેમનાં લખાણાના પ્રધાન વિષય બને છે. વિદ્યાર્થી-અવસ્થામાં હતા ત્યારથી જ તેમણે લેખનપ્રવૃત્તિ આરંભેલી. સેાળ વર્ષાં જેવડી, નાની ઉંમરે તેમણે પેાતાની પ્રથમ મૌલિક નવલકથા · પ્રતિજ્ઞાની પૂર્ણાંતિ' પ્રગટ કરેલી. ત્યારબાદ ઉર્દૂ, હિંદી, બંગાળી અને મરાઠી ભાષાને તેમણે અભ્યાસ કર્યાં. નાલ્ડઝ, શરદખામુ વગેરે લેખકાંવી વાર્તારચના અને તેમના સામાજિક વિચારાથી આકર્ષાતાં નવલકથાને તેમણે પેાતાના પ્રિય સાહિત્યપ્રકાર બનાવ્યેા. ગીતાએ બતાવેલા કયાગ અને સેવા તથા ત્યાગના વિચારેને રજૂ કરવાના હેતુથી પાતે નવલકથાઓ લખી છે એમ તેમનું વક્તવ્ય છે. નવલકથાના કલાસ્વરૂપ કે તેની આલેખન શૈલીની દૃષ્ટિએ નહિ તેટલી તેમાં વ્યક્ત થતા જીવનના પ્રશ્નો, વિચારા કે આદર્શોની ષ્ટિએ તેમની નવલા ધ્યાનપાત્ર છે. સરળતા, મેધકતા અને ઊમિ`લતા તેમનાં લખાણામાં મુખ્યત્વે વરતાય છે.

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344