Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
મણિશંકર જટાશંકર કીકાણી
સૌરાષ્ટ્રની સાંસ્કારિક જાગૃતિના આ પ્રસિદ્ધ પ્રવકતા જન્મ જૂનાગઢની વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં ૧૮૨૨ ના ઓકટોબરની ૨૨ મી તારીખે થયા હતા. તેમના પિતાનું નામ જટાશંકર નંદલાલ અને માતાનું નામ ચંદ્રકુવર હતું. ચૌદ વર્ષની વયે તેમનાં બીજી વાર લગ્ન થયાં હતાં. તેમનાં પત્નીનું નામ નર્મદાદેવી.
બાળપણમાં જ માબાપતે ગુમાવનાર મણિશંકર મામાની દેખરેખ નીચે ઉછર્યાં હતા. છ વર્ષે તેમને જૂનાગઢના ‘ અધ્યારૂ'ની ગામઠી નિશાળે બેસાડવામાં આવ્યા હતા. એકાદ બે વરસમાં ત્યાં આંક, સરવાળા, ‘- એકાત્તરી ' તથા કાગળ લખવા જેટલું ભાષા-જ્ઞાન લીધા પછી પિતાની મજમુંદારીના ભાર ઉપાડવા સારુ રાજકેટના એક નાગર ગૃહસ્થ કરસનજી અમરજી પાસે તેમજ ત્યાંની ‘ બ્રિટિશ કાઠી 'ના દફ્તરદાર પાસે ૧૮૩૭ સુધી એ કામની તાલીમ લઈને તે અંગ્રેજ સરકારના મજમુંદાર તરીકે કાઠિયાવાડ એજન્સી 'માં દાખલ થયા હતા. ૧૮૪૦માં જૂનાગઢની ગાદી સંબંધી તકરાર ઊઠતાં અંગ્રેજ સરકાર તરફથી કેપ્ટન જેકબને લશ્કર લઇને જૂનાગઢ મેકલવામાં આવ્યા હતા તેમની સાથે અઢાર વર્ષના મણિશ કરને પણ જવાના હુકમ થયા હતા. તે વખતે કુનેહથી તકરારનું સમાધાન કરાવીને મણિશ ંકરે નામના મેળવી હતી. ‘ એજન્સી ' માં ાષાધ્યક્ષના હૈ।દ્દા સુધી પહોંચીને ૧૮૭૪ના સપ્ટેમ્બરની ૨૩મી તારીખે તે એ પદ પરથી નિવૃત્ત થયા હતા.
દુર્ગારામ મહેતાજી ગુજરાતના આદિ સુધારક હતા તા મણિશંકર કીકાણી સેરઠના પહેલા સુધારક હતા. જ્ઞાનપ્રચાર અને સમાજસુધારો તેમની બહુવિધ સંસ્કાર-પ્રવૃત્તિનાં મુખ્ય અગા હતાં. ચૌદ વર્ષની ઊગતી વયમાં જ, પોતાના લગ્ન વખતે જ્ઞાતિના ‘ચાચરિયા 'ના રિવાજને હિંમતપૂર્ણાંક ત્યાગ કરીને મણિશ કરે પેાતાની ઉદ્દામ વિચારકતા બતાવી આપી હતી. ૧૮૫૪માં તેમણે જૂનાગઢમાં ‘સુપથપ્રવ`કમ`ડળી' કાઢી હતી. તે મંડળી દ્વારા, તેમણે નાગર જ્ઞાતિમાં ‘શય્યાધીન વરવધૂને હાળીને દિવસે ભીંજવવાની ' રૂઢિ પ્રચલિત હતી તેને ઉખેડી નાખી હતી. એ મ`ડળી પછી • સૌરાષ્ટ્ર નાગર મંડળી ' રૂપે ફેરવાઇ જઇને નાગર જ્ઞાતિમાં મણિશંકરની પ્રેરણાથી વ્યસનનિષેધ, કેળવણીપ્રસાર અને સાચા ભ્રાહ્મણધમઁના આચારાને