Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
રતિલાલ નાનાભાઈ તન્ના
‘શારદાપ્રસાદ વર્મા'ને નામે નાટકા, વાર્તાઓ અને ચરિત્ર લખતા શ્રી. રતિલાલ તન્નાના જન્મ ઈ. ૧૯૦૧ ના સપ્ટેમ્બરની ૧૮ મી તારીખે તેમના મૂળ વતન સુરતમાં લહાણા જ્ઞાતિમાં થયેલો. તેમના પિતાનું નામ નાનાભાઈ માળીરામ અને માતાનું નામ મણિબહેન. પત્નીનું નામ શાન્તાગીરી.
સુરતની ચંદુ મહેતાની ગામઠી નિશાળ, મુંબઇની મ્યુનિસિપલ શાળા અને સુરતની મ્યુનિ. શાળા ન. ૬-એ ત્રણ નિશાળામાં થઈને માત્ર દોઢ વર્ષમાં તેમણે પ્રાથમિક અભ્યાસ પૂરો કર્યો હતો. પછી મુંબની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને સુરતની યુનિયન હાઇસ્કૂલમાં તેમણે માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ સુરતની એમ. ટી. બી. કૉલેજમાં એફ. વાય. ની પરીક્ષા પાસ કરી, પણ દસ વર્ષની વયે માતાનું અને તે પછી એ જ વર્ષમાં પિતાનું અવસાન થયેલું હાવાથી દુન્યવી જવાબદારીએ માથે આવી પડવાથી અભ્યાસમાં ચિત્ત કેન્દ્રિત ન થઈ શકયું. વળી તેવામાં જે અસહકારનાં માંદલને શરૂ થયેલાં, તેથી લેખકે અભ્યાસ છોડી સત્યાગ્રહમાં ઝુકાવવાની હાંશ કરી. પણ પોતે કાટ ઓફ વૉર્ડ્ઝના આશ્રયે હાવાથી હિલચાલમાં સક્રિય ભાગ ન લઈ શકયા, ને તેમની ઇચ્છા મુજબ વિદ્યાપીઠમાં પણ ન જડાઇ શકયા. પછી સાહિત્ય દ્વારા દેશસેવા કરવાની ભાવનાથી યુગાંતર કાર્યાલય’નામની પ્રકાશન સંસ્થા તેમણે સુરતમાં સ્થાપી. હાલ એ પ્રકાશન સંસ્થા ચલાવવા ઉપરાંત લેખનને વ્યવસાય પણ તેઓ કરી રહેલ છે.
શ્રી, તન્ના માધ્યમિક શાળામાં હતા ત્યારથી નાટકો અને સવા લખતા હતા, જે પ્રસંગેાપાંત્ત શાળાએમાં ભજવાતા પણ ખરા. ઇ. ૧૯૨૪ માં ગીતાની વ્યાખ્યા' નામના પુસ્તકમાં કેટલાક ઞીતા ઉપરના નિબંધાને અનુવાદ પ્રગટ કરીને તેઓ પ્રસિદ્ધિમાં આવ્યા.
તેમના જીવનના મુખ્ય ઉદ્દેશ સાહિત્ય દ્વારા માનવતાની સેવા અને સાધના કરવાના છે. તેમના જીવન તેમ જ સાહિત્ય ઉપર સ્વામી શ્રી. રામતીનાં અધ્યાત્મવિષયક પુસ્તકોએ અને ગાંધીજીએ શરૂ કરેલાં સાંસ્કારિક આંદોલનાએ ઊંડી અસર પાડી છે. એમના પ્રિય લેખકો શ્રી. અરવિંદ અને સ્વામી રામતીર્થ છે. એ યેગીએાનાં પુસ્તકા તેમજ