Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 313
________________ હરિનારાયણ ગિરધરલાલ આચાર્ય એમને જન્મ વિક્રમ સંવત ૧૯૫૩ ના શ્રાવણ વદિ ૧૧ને બુધવાર, તા. ૨૫ ઓગસ્ટ ૧૮૯૭ના રેજ, ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં, એમના મોસાળ વીરમગામમાં થયો હતે. ઉત્તર ગુજરાતમાં આવેલું ઊંઝા એમનું વતન. એમના પિતાનું નામ ગિરધરલાલ ત્રિભુવનછ આચાર્ય અને માતાનું નામ રેવાબાઈ. તેમણે બે વાર લગ્ન કર્યા છે. પહેલી વાર તેમનાં લગ્ન તેમની દસ વર્ષની ઉંમરે વીરમગામમાં સૈ. ગોદાવરીબહેન સાથે થયેલાં. બીજુ લગ્ન પણ વીરમગામમાં જ સૌ. વિજ્યાબહેન સાથે થયેલું. વતનમાં જ ઊગરા મહેતાની ગામઠી શાળામાં પ્રાથમિક અભ્યાસને આરંભ કરીને ગાયકવાડી સરકારી નિશાળમાં ગુજરાતી છ ધોરણ પૂરું કરી એ વધુ અભ્યાસ માટે સિદ્ધપુર ગયા; ત્યાં અંગ્લે-વર્નાક્યુલર સ્કૂલમાં તથા પછીથી પાટણની હાઈસ્કૂલમાં અંગ્રેજીને અભ્યાસ કરીને ઈ. સ. ૧૯૧૪માં તેઓ મેટ્રિક પાસ થયા. ત્યાર પછી ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ જઈ ગુજરાત કોલેજમાંથી સંસ્કૃતનો વિષય લઈ બી. એ. (ઓનર્સ) થયા. કૌટુંબિક પરંપરાગત સંસ્કાર, ઊગતા અભ્યાસકાળથી જ કેળવાયેલ વાચ, નને શોખ અને શરૂઆતનાં વર્ષોમાં શ્રેય સાધક અધિકારી વર્ગનાં પ્રકાશનોની અસરથી એમનું સંસ્કૃતનું તથા વેદાંત આદિ તત્ત્વજ્ઞાનના વિષયેનું જ્ઞાન એટલું સારું હતું કે કેલેજના અભ્યાસ દરમિયાન, સંસ્કૃતના તે સમયના અધ્યાપક સ્વ. આનંદશંકર ધ્રુવના અગ્રણી શિષ્ય પૈકી તે એક ગણુતા. વીસમી સદીના પ્રારંભના એ દાયકાઓમાં પશ્ચિમી પિશાકાંદિ આકર્ષણથી વ્યાપ્ત વાતાવરણ વચ્ચે પણું એમણે વતનને તળપદો ગ્રામશાક કાયમ રાખેલે, એ હકીકત એમના સ્વદેશી પ્રેમ અને મજબૂત મનની દ્યોતક છે. ઈ. સ. ૧૯૧૯ માં બી. એ. પસાર કરી એ કાયદાના અભ્યાસ માટે મુંબાઈ ગયા અને ત્યાં ગોકલદાસ તેજપાલ હાઈસ્કૂલમાં શિક્ષકને વ્યવસાય સ્વીકારી તેમાંથી ગુજરાન ચલાવતા જઈને સરકારી લે કૉલેજમાં પહેલી એલ એલ. બી. ને અભ્યાસ શરૂ કર્યો. પણ તેની પરીક્ષા આપવાને સમય આવતાં જ ગાંધીજીએ અસહકારની લડત આરંભી એટલે તેની અસરથી અભ્યાસને તિલાંજલી આપી મુંબઈની ચંદારામજી ગર્લ્સ હાઈસ્કૂલમાં તથા ટિળક રાષ્ટ્રીય કન્યાશાળામાં કેટલાક સમય અધ્યાપનકાર્ય કર્યું. પછી તે મહાત્માજીએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી એટલે તેઓ ૧૨

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344