Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 306
________________ થય અને ગ્રંથાર ૫. ૧૦ તેમણે જીવનમાં લખવાની શરૂઆત પંદરમા વર્ષથી કરેલી અને કેટલાંક કાવ્ય, નવલિકાઓ અને લેખે તેમણે સામયિકોમાં છપાવેલાં; પણ તે દિશામાં તેમણે ઝાઝી પ્રવૃત્તિ પછીથી ચાલુ રાખી હોય એમ જણાતું નથી. ગુજરાતી ભાષા અને સાહિત્યના એક સમર્થ અધ્યાપક તરીકે, ગુજરાતના એક બહુકૃત વિદ્વાન તરીકે અને શાંત જીવન છવનાર એક સહૃદયી સરળ માનવ તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે. વિવેચનસાહિત્યમાં તેમને ફાળે ઘણો ઓછો છે તે પણ તેમાં જેટલું તેમણે લખ્યું છે તેટલું તેમની સમર્થ શક્તિને પરિચય કરાવે છે. તેમણે લખેલા “કાન્તની કાવ્યકલા ', “વલ્લભનાં આખ્યાનની કૃત્રિમતાને પ્રશ્ન', શામળ : એક સમસ્યા', “શ્રી મુનશીની સ્ત્રીત્વની ભાવના,' “સાહિત્યમાં જીવનદર્શન, “કાવ્યાંગના', “રસિકનાં કાવ્યો' વગેરે પુસ્તકની પ્રસ્તાવના ઈત્યાદિ લેખે તેમની કેમળ ભાષા, મધુર વિવેચનશૈલી અને કૃતિનું સાંગોપાંગ રસદર્શન કરાવવાની તેમની કુશળતાના પરિપાકરૂપ છે. • કૃતિઓ કતિનું નામ પાકાર રચના– પ્રકાશન– પ્રકાશક મૌલિ સંપાદન કે અનુવાદ? ૧. અનુભવબિન કાવ્ય ૧૯૩૩ ૧૯૪૬ પિોતે સંપાદન ૨. ગુ. સા. સભાની સમીક્ષા ૧૯૪૦ ૧૯૪૧ ગુ. સા. સભા, મૌલિક ઈ. ૧૯૪૦-૪૧ ની કાર્યવાહી અમદાવાદ સાલ સાલ

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344