Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 310
________________ પંડિત શ્રી. સુખલાલજી સંઘજી સંઘવી ભારતવર્ષના મહાન દાર્શનિકોમાંના એક પંડિત શ્રી. સુખલાલજીને જન્મ સૌરાષ્ટ્રમાં વઢવાણ પાસે આવેલા લીમલી નામના નાના ગામડામાં ઈ. ૧૮૮૦ માં જેન વેપારી પિતાને ત્યાં શ્રીમાળી વૈશ્ય જ્ઞાતિમાં થયેલો. તેમના પિતાનું નામ શ્રી. સંઘ અને માતાનું નામ શ્રી. સંતકબહેન છે. પંડિતજીએ તેમના વતનમાં જ સાત ગુજરાતી સુધીનું શિક્ષણ લીધું, તેમનું બાલજીવન પણ ત્યાં જ વ્યતીત થયું. સોળ વર્ષની ઉંમરે શીતળાના ભયંકર દર્દના તેઓ ભોગ બન્યા. આ દદે તેમની આંખોનું તેજ હરી લીધું. પણ તેથી જરાયે નાસીપાસ થયા વિના ઉત્કટ જ્ઞાનપિપાસાને તૃપ્ત કરવાના પ્રયત્ન સાથે તેઓ આગળ વધ્યા. - પ્રજ્ઞાચક્ષુ બનેલા પંડિતજીએ સંસ્કૃત સાહિત્ય ને તત્ત્વજ્ઞાનને શોખ કેળવ્યો. એ શેખને સંતોષવા ઠેઠ બનારસ જેટલે દૂર દેશ તેઓ ગયા અને ત્યાંની શ્રી. યશોવિજય જેને સંસ્કૃત પાઠશાળામાં મહામહોપાધ્યાય પંડિતરત્ન શ્રી. વામાચરણ ભટ્ટાચાર્ય પાસે રહી ન્યાયશાસ્ત્રમાં તેઓ પારંગત થયા. વર્ષો સુધી તેમણે ત્યાં વિદ્યોપાસના કરી અને તત્કાલીન અનેક વિશિષ્ટ પંડિતના સંસ્કાર ગ્રહણ કર્યા. ત્યારબાદ ત્યાંથી તેઓ મિથિલા ગયા અને મહામહોપાધ્યાય શ્રી. બાલકૃષ્ણ મિત્ર પાસે રહીને વિશેષ અધ્યયન કર્યું. અહીં તેમની ગુરુભક્તિ અને આર્થિક સંકડામણ માટે તેમના જીવનમાં બનેલે એક પ્રસંગ સંભાર ઘટે છે. પંડિતજીની આર્થિક મુશ્કેલી ઘણી હતી; સંસ્કૃત પાઠશાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ તેમના ગુરુ પાસે કેવી દશામાં રહીને ભણે છે એ તે કોઈથી અજાણ્યું નથી. એક વખત પંડિતજીએ પહેરેલું ગરમ સ્વેટર તેમના ગુરુએ જોયું અને તે તેમને ખૂબ પસંદ પડ્યું. બીજે જ દિવસે મિથિલાના શિયાળાની કડકડતી ઠંડીને જરા પણ વિચાર કર્યા સિવાય પંડિતજીએ તે તેમના ગુરુજીને આપી દીધું. ' સૂતી વખતે ઠંડીથી બચવા સારુ પિતાના શરીરને ઘાસથી ઢાંકી દઈને, કઈ ન જુએ તે માટે ફાટેલે કામળે તે ઉપર તેઓ ઓઢી લેતા. વિદ્યાથી અવસ્થામાં માસિક બે કે ત્રણ રૂપિયાથી વધુ ખર્ચ તેમના ભજન માટે કદી તેમણે કર્યો ન હતો. આ તેમનું વ્રત હતું. મિથિલાથી ફરી પાછા તેઓ બનારસ આવ્યા અને ત્યાં કેટલાંક વર્ષો રહી સંસ્કૃત વેદાંત તેમજ અન્ય સાહિત્યને તલસ્પર્શી અભ્યાસ કર્યો અને તે વિષયમાં નિપુણતા મેળવી.

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344