Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર યુ. ૧૦
ઇ, ૧૯૨૭ થી કૉલેજ સામયિકામાં અને નડિયાદની સાર્વજનિક વ્યાયામશાળા તરફથી ચાલતા - નારાયણ ' માસિકમાં તેમણે લેખા લખવાની શરૂઆત કરી હતી. પછી તો અનેક સામયિકાના પ્રાત્સાહનથી તેમનું લેખનકાર્યાં ઉત્તરાત્તર મહારતું ગયું. તેમનું પ્રથમ પુસ્તક ‘સંવાદમાલા ', યુનિવર્સીલ પ્રેસ, નડિયાદ તરફથી ઈ. સ. ૧૯૩૪ માં પ્રગટ થયું હતું. તેએ ગુજરાતના એક કુશળ વક્તા તરીકે જાણીતા છે. ઇ. સ. ૧૯૩૮ માં મુંબઇ ઇલાકાની આંતર કૅાલેજ વકતૃત્વકળાની હરીફાઇ જીતીને તેમણે સુવ`ચંદ્રક મેળવ્યા હતા. નિબંધલેખક તરીકે પણ તેમણે સારી ગુણવત્તા બતાવી છે. મહાત્મા ગાંધીજીનું રાજકારણ અને
હિંદી તત્ત્વજ્ઞાન' એ વિષય પર શ્રેષ્ઠ નિબંધ લખવા બદલ અમદાવાદની હિંદી તત્ત્વજ્ઞાન સમિતિ તરફથી ઇ. સ ૧૯૪૭ માં તેમને સુવ†ચંદ્રક એનાયત થયા હતા. પુસ્તકાલય ' પર શ્રેષ્ઠ નિબંધ લખવા બદલ કપડવંજની સાČજનિક પુસ્તકાલય રજતમહોત્સવ સમિતિ તરફથી તેમને શ્રી. વિતાબા ભાવેને હાથે પારિતાષિક આપવામાં આવેલુ. તે ઉપરાંત ‘ શ્રી કૃષ્ણતત્ત્વ' અને ‘ લગ્નની લાયકાત ' એ બે નિબંધેા લખીને તેમણે પ્રથમ પારિતાષિક મેળવેલાં.
૪
શ્રી. ઠાકર એક સારા વિચારક પણ છે. તેમના વિચારો પર શ્રી. અરવિંદની અને ચિંતનપદ્ધતિ ઉપર શ્રી. અંબાલાલ પુરાણીની સારી અસર પડેલી છે. તેમના નિબંધેાના વિષયો પણ ઘણુંખરું ભક્તિ, તત્ત્વજ્ઞાન કે અગમ્યવાદને લગતા જ હાય છે.
કૃતિઓ
કૃતિનું નામ
૧. સવાદમાલા સંવાદો
૨. સાધન સૂક્તાવલ ગદ્ય
.રૂ. સ્ફુલ્ડિંગ ભા. ૧ નિબંધ
પ્રકાર રચના
સાલ
૧૯૩૩
૧૯૩૫
૧૯૪૨
પ્રકાશક- મૌલિક સંપાદન
કે અનુવાદક ? અનુવાદ
પ્રકાશન
સાલ
૧૯૩૪ યુનિવર્સલ પ્રેસ,
નડિયાદ
૧૯૩૬ હિંદુ અનાથાશ્રમ પ્રેસ, નડિયાદ ૧૯૪૪ ભક્તિમાર્ગી કાર્યો- મૌલિ
લય, અમદાવાદ
19